Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પોરબંદરમાં માછીમારોનાપ્રશ્ને આવતીકાલે મહિલા કોંગ્રેસ દ્વારા મહારેલી અને ધરણા

પોરબંદર તા. રર : માછીમારોના પ્રશ્નો માટે આવતીકાલે બપોરે મહિલા કોંગ્રેસ દ્વારા મહારેલી અને ધરણાનું આયોજન કર્યું છે.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હંસાબેન તુંબડીયા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી મણીબેન દાનુભાઇ ઓડેદરાએ જણાવ્યું છે. કે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા પછી માછીમારોને મળતુ બલ્ક ડીઝલ ૧૦૦ રૂા. એ પહોંચી ગયું છે કોંગ્રેસના શાસનમાં જ પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ ઉપર અપાતી સબસીડી બાદ કરીને માછીમારોને આપવામાં આવતી હતી. જે પુનઃ શરૂ કરવું જોઇએ., ભાજપ આવ્યા પછી માછીમારોને પમ્પ ઉપર પૂરા પૈસા ચુકવવા પડે છે. વર્ષ દિવસ સુધી સબસીડીના પૈસા માછીમારોને આપવામાં આવતા નથી. તેથી માછીમારોને નાણાકીય તકલીફો બહુ જ પડે છે. માછીમારોની આ વિવિધ સમસ્યાઓનું નિરાકરણ નહીં થતા તા.ર૩ ને શુક્રવારે ૪-૩૦ કલાકે ખારવાવાડમાં આવેલા ઝુ ફળિયા ખાતે મહારેલી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હીરાલાલભાઇ શિયાળ પણ ઉપસ્થિત રહેશે તથા ફીશરીઝ કમીશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે કે કોંગ્રેસના સમયમાં ડ્રેજીંગ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડ્રેજર દ્વારા નિયમિત કરાતું પરંતુ બાબુભાઇ મત્સ્યોદ્યગો મંત્રી થયા પછી અમુકના પ્રાઇવેટ કોન્ટ્રાકટર પાસે ઘણા વર્ષ પછી ડ્રેજીંગ કામ શરૂ કરાવ્યું છે. ડ્રેજીંગ જે જગ્યાએ કરવાનું છે તે જગ્યાને બદલે અન્ય જગ્યાએથી રેતી ઉપાડીને વેચવામાં આવી રહી  છે તેવો ગંભીર આક્ષેપ છે. ડ્રેજીંગ કરેલી રેતી વેચવાનું ભાજપનું મોટુ કૌભાંડ છે અર્જુનભાઇ મોઢવાડીયા જયારે ધારાસભ્ય હતા ત્યારે બંદર વિસ્તારમાં લાઇટ માટે નાખેલ ટાવરો બંધ હાલતમાં  છે. જુની એ.સી.સી. એરીયામાં કુબેર ક્રશરની બાજુના એરીયામાં લાઇટ ન હોવાથી બોટમાં ચોરીના બહુજ બનાવો બને છે.

કોંગ્રેસના શાસનમાં બોટોને લાઇફ ટાઇમ લાયસન્સ આપવામાં આવતા હતા તે હવે દર ૩ વર્ષે રીન્યુ કરાવવા પડે છે. રીન્યુ માટેની સતા વેરાવળ આપેલ છે લાયસન્સ ફી પણ ભાજપે અનેક ગણી કરી નાખી છે. ભાજપ આવ્યા પછી બોટોને આવવા જવા માટે ઓનલાઇન એન્ટ્રી સીસ્ટમ કરી નાખી છે. ૭૦ % માછીમારો અભણ છે અને સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઇનમાં તકલીફ પડે છે. માછીમારોને ખોટા દંડ ભરવા પડે છે. ઓનલાઇન સીસ્ટમ તાત્કાલીક રદ કરવી જોઇએ. સાગરખેડુઓ ૪ થી પ લાખ રૂા.નો ખર્ચ કરીને બોટને ફિશીંગમાં મોકલતા હોય છે. ખરાબ હવામાનની આગાહી વખતે બોટોને ફરજીયાત પણે પાછી બોલાવે છે. તેથી સાગરખેડુઓને મોટુ નુકશાન જાય છે. આવા કિસ્સામાં સરકારે બોટ માલીકોને પુરતું વળતર આપવું જોઇએ.

સુભાષનગર ટર્મીનલ ગેટની સામે સાગરખેડુઓ માટે ઓકશન હોલ ૭ વર્ષ પહેલા બનાવેલ છે તેનું બાંધકામ પણ નબળુ છે અને માછીમારોને હજી સુધી સોંપવામાં આવેલ નથી. અગાઉ જેટીમાં નુકશાન થતુ  તાત્કાલીક રિપેર જઇ જતુ હતુ આજે માછીમારોએ જાતે રીપેરીંગ કરવુ પડે તેવી સ્થિતિ છે પાકિસ્તાન દ્વારા માછીમારોના અપહરણનો પ્રશ્ન પણ અણઉકેલ છે.

(1:24 pm IST)