Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

નિરંકારી સદગુરૂ માતાજી દ્વારા ૭૫માં વાર્ષિક સંત સમાગમની સેવાનો શુભારંભ

જામનગર સહિત ગુજરાતથી પણ સેવામાં ભાગ લેશે નિરંકારી સ્‍વયંસેવક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: ૧૬ થી ૨૦ નવેમ્‍બર દરમિયાન આયોજિત થનાર ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમના શુભારંભ પર સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજના પાવન કર કમળો દ્વારા સમાગમ સેવાનું ઉદઘાટન સંત નિરંકારી આધ્‍યાત્‍મિક સ્‍થળ સમાલખા માં કરવામાં આવ્‍યું. આ અવસર પર સંત નિરંકારી મંડળ કાર્યકારી સમિતિ ના સભ્‍યો કેન્‍દ્રીય યોજના તથા સલાહકાર બોર્ડ ના સભ્‍યો, સેવાદળ અધિકારી, સ્‍વયંસેવકો તથા દિલ્લી તથા આસપાસ ના ક્ષેત્ર સિવાય ગુજરાત તથા અન્‍ય રાજયો થી ઘણી સંખ્‍યામાં શ્રદ્ધાળુ ભક્‍તો સંમિલિત થયા.

સદગુરુ માતા જી નું હાર્દિક અભિનંદન આદરણીય શ્રી સુખદેવ સિંહ (સમન્‍વય સમિતિ કમિટી અધ્‍યક્ષ) તથા આદરણીય શ્રી જોગીન્‍દર સુખીજા (સચિવ સંત નિરંકારી મંડળ) દ્વારા કરવામાં આવ્‍યું.

સંત સમાગમ સેવા ના શુભારંભ અવસર પર સંપૂર્ણ નિરંકારી જગત તથા પ્રભુ પ્રેમીઓને સંબોધિત કરતા સદગુરુ માતાજી એ કહ્યું કે સેવાની ભાવના પૂર્ણ સમર્પણ વાળી હોવી જોઈએ. સેવા ભાવ હુકમઅનુસાર તથા મનને પૂર્ણતઃ સમર્પિત કરી ને કરવામાં આવે છે તો જ તે સાર્થક કહેવાય છે. સેવા માત્ર કાર્ય રૂપમાં નહિ પરંતુ તેમાં જયારે સેવા નો ભાવ આવી જાય છે ત્‍યારે તેની ખુશ્‍બુ મહેક્‍દાર બને છે. સેવા ને સદૈવ ચેતનતા થી જ કરવી જોઈએ અને એ ધ્‍યાન રાખવું જોઈએ કે ક્‍યારેય આપણા કર્મ, આપણા વ્‍યવહારથી જાણ્‍યે-અજાણ્‍યે પણ કોઈનો તિરસ્‍કાર ન થાય. દરેકનો સત્‍કાર જ કરવાનો છે કારણ કે દરેક સંતોમાં આ નિરંકાર નો જ વાસ છે. આવા જ ભક્‍તિભાવથી સેવાને સ્‍વીકાર કરી અને મનથી સીમરણ કરતા-કરતા પોતાની સેવાઓનું યોગદાન આપતા રહીએ.

ઉલ્લેખનીય છે કે સમાગમ સેવાઓમાં ભાગ લેવા માટે જયાં આખા ભારતવર્ષથી નિરંકારી સેવાદળ તથા અન્‍ય ભક્‍તો ટુકડીઓમાં ભાગ લેશે ત્‍યાં જ જામનગર સહિત ગુજરાત થી પણ હજારો ની સંખ્‍યામાં નિરંકારી શ્રદ્ધાળુ ભક્‍તો તથા સેવાદળ સ્‍વયંસેવકો આ સેવાઓમાં ભાગ લેશે.

નિરંકારી સંત સમાગમો ની આ અવિરત શ્રુંખલા તેના ૭૪ વર્ષ સફળતાપૂર્વક સંપન્ન કરી ચુકી છે અને આ વર્ષે ૭૫મો વાર્ષિક ભવ્‍ય સમાગમની પ્રતીક્ષા દરેક શ્રદ્ધાળુ ભક્‍ત હર્ષોલ્લાસ થી કરી રહ્યા છે. સદગુરુ માતા જી ની પાવન અધ્‍યક્ષતામાં થવા જઈ રહ્યા આ દિવ્‍ય સંત સમાગમનો ભરપુર આનંદ પ્રાપ્ત કરવા માટે દેશ તથા વિદેશો થી લાખો ની સંખ્‍યામાં શ્રદ્ધાળુ તથા પ્રભુ પ્રેમીઓ સંમિલિત થશે. સમાગમ સ્‍થળ પર દરરોજ અનેક મહાત્‍મા, સેવાદળના ભાઈ-બહેનો અને ભક્‍તો પોતાની સેવાઓ પ્રદાન કરશે.

૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં સંમિલિત થવા વાળા દરેક શ્રદ્ધાળુઓને વધુમાં વધુ સુખ સુવિધાઓ પ્રદાન કરવા માટે શામીયાના ની એક સુંદર નગરી સ્‍થાપિત કરવામાં આવશે જેમાં ભક્‍તો ના રહેવાની, ખાણી-પીણીની તથા તેમની મૂળભૂત સુવિધાઓ માટે ઉચિત પ્રબંધ વ્‍યવસ્‍થા પ્રશાસન તથા અધિકારીઓ ના સહયોગ દ્વારા કરવામાં આવી રહી છે. સમાગમ સ્‍થળ પર વિભિન્ન પ્રબંધન કાર્યાલય, પ્રકાશન સ્‍ટોલ, પ્રદર્શની, લંગર, કેન્‍ટીન તથા ડીસ્‍પેન્‍સરીની સુવિધાઓ ઉચિત રીતે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

યાતાયાત પ્રબંધન માટે આ વર્ષે પણ રેલવે સ્‍ટેશન, બસ સ્‍ટેશન તથા એરપોર્ટથી સમાગમ પહોંચવા વાળા દરેક શ્રદ્ધાળુઓ તથા પ્રભુ પ્રેમીઓને લાવવા તથા લઇ જવાની ઉચિત વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. આ સાથે જ અન્‍ય વાહનો માટે પાર્કિંગ ક્ષેત્રોની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે.

અનેકતામાં એકતાનું અનુપમ દ્રશ્‍ય પ્રદર્શિત કરવા વાળો આ દિવ્‍ય સંત સમાગમ દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક ભક્‍તો માટે પ્રેરણાદાયી તથા આનંદ દાયક રહેશે.

(1:23 pm IST)