Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબી ઇન્ડીયન લાયોનેસ કલબ દ્વારા વેલકમ નવરાત્રી

મોરબી,તા. ૨૨ : મોરબી શહેરની ઉત્સવ પ્રિય જનતાને ઇન્ડિયન લાયોનેસ મોરબી દ્વારા યોજવામાં આવેલ વેલકમ નવરાત્રી મહોત્સવમાં સોથી વધુ ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉમંગભેર પોતાનું કૌવત્ પ્રદર્શિત કરવા માટે ખેલૈયાઓને મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ કેટેગરીમાં ૪૫ થી વધુ ઇનામ આપવામાં આવ્યા હતા.

આ પુરસ્કારો કલબના મેમ્બર ઇલા. માલાબેન કક્કડ, ઇલા. શોભનાબા ઝાલા, ઇલા. મયુરીબેન કોટેચા, ઇલા. હીનાબેન પંડ્યા, ઇલા નયનાબેન બારા, ઈલા પ્રીતિબેન દેસાઈ, ઇલા. કવિતાબેન મોદાણી, ઇલા. રંજનાબેન શારદા, ઇલા. નિશીબેન બંસલ, ઇલા. બબીતાબેન સિંગ, ઇલા. ચેતના અગ્રવાલ, ઇલા.ઙ્ગ રેખા મોર, ઇલા. ઉમાબેન અગ્રવાલ, ઇલા. કિરણબેન મિશ્રા,ઙ્ગ ઇલા. સીખાબેન જૈન તરફથી આપવામાં આવ્યા હતા

સમગ્ર નવરાત્રીના કાર્યક્રમમાં એન્ટ્રીનું સુ- વ્યવસ્થિત આયોજન કરનાર પાયલબેન, સુનીતાબેન તેમજ અવનીબેનને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ શોભનાબા ઝાલા તેમજ મયુરીબેન કોટેચા તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આપેલ તમામ ખેલૈયાઓને પ્રીતિબેન દેસાઈના પ્રયાસથી મીતભાઈ પટેલ તેમજ મુકેશભાઇ ગાંધી તરફથી સયોર ગિફટ આપવામાં આવી હતી .

કલબ માટે અનુદાન આપવા બદલ આ બંને દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત અતિથિ તરીકે કલબના જુના સિનિયર મેમ્બર પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઉમાબેન તેમજ આરતીબેને સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ મયુરીબેન કોટેચાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી પૂનમબેન હીરાણી, ટ્રેઝરર પુનિતાબેન છૈયા, કામિનીબેન સિંગ, ચેતનાબેન, ઇલાબેન દોશી તેમજ સમગ્ર ટીમનો પ્રેસિડેન્ટ નયનાબેન બારાએ આભાર માન્યો હતો.

(1:23 pm IST)