Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જૂનાગઢમાં તેજસ્‍વી તારલાનો સન્‍માન સમારંભ

જૂનાગઢ : ઓસ્‍ટીન કામદાર સોશ્‍યલ ગ્રુપ - જુનાગઢ દ્વારા ઓસ્‍ટીન એન્‍જીનીયરીંગ કંપની લી. ના કામદારો ના કે.જી. તથા ધોરણ - ૧ થી ૧૨માં અભ્‍યાસ કરતા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. તથા દરેક વિદ્યાર્થીઓને કુલ - ૫ નોટબૂક ફ્રીમાં  વિતરણ તેમજ ટીફીન વિતરણ કરવામાં આવેલ છે.    આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સેન્‍ટર ઓફ ઈન્‍ડિયા ટ્રેડ યુનિયનઃસીટુ ગુજરાતના ઉપાધ્‍યક્ષ બટુકભાઇ મકવાણા  લાલવાવટા કામદાર યુનિયન સીટુ ના જુનાગઢ જીલ્લા મહા મંત્રી  જીસાનભાઈ હાલેપોત્રા તેમજ ઓસ્‍ટીન કાું.લી.ના ડીઝાઇન  મેનેજર શ્રી હાથીયાભાઈ ખુંટી, તેમજ ખારચીયા ના સરપંચ  મંગળુભાઈ વાંક, મધુર સોશ્‍યલ ગૃપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતી, સત્‍યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ  મનસુખભાઈ વાજા, નગરપાલિકા કર્મચારી યુનીયનના પ્રમુખ નરેન્‍દ્રભાઇ જેઠવા, વીમા સલાહકાર  ચેતનાબેન પંડયા હાજર રહ્યાં હતૉ.   કાર્યક્રમને સફળ બનાવવા ઓસ્‍ટીન કામદાર સોશ્‍યલ ગૃપના સભ્‍યો સલીમભાળ ઠેબા, મેરામણભાઇ ઓડેદરા, બશીરૂદીનભાઈ અન્‍સારી,  દિપકભાઈ ઠાકર, વલીમામદભાઈ કોરેજા, મગનભાઇ ભારથી, દિલિપભાઇ સેતા, હેરશભાઇ દેસાઇ,  ભીખુભાઈ હોથી, ચીકાભાઈ મહેરીયા, પીયુષભાઈ નેનુજી, કેતનભાઈ કડીવાર, ચેતનભાઇ ગૌસ્‍વામી, વિજયભાઇ રાઠોડ, વિક્રમભાઇ ગઢવી,  મનસુખભાઈ કણસાગરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:23 pm IST)