Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રવિવારે જુનાગઢમાં યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્‍ટ મેરેથોન દોડ

(વિનુ જોષી દ્વારા)મિડિયા વિભાગ સંજય પંડયાની અખબારી યાદી જણાવે છે કે  તા.૨૫ના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચનાથી જુનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ  પ્રશાંતભાઈ કોરાટ જુનાગઢ મહાનગર નાં પ્રમુખ પુનિતભાઈ શર્મા નાં માર્ગદર્શન હેઠળ રન ફોર ડેવલપમેન્‍ટ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મેરેથોન દોડ ૨૫ સપ્‍ટેમ્‍બર રવિવારે સવારે ૫:૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજ થી પ્રસ્‍થાન કરી મોતીબાગ, સરદારબાગ, ઝાંસીની રાણી સર્કલ થી ફરી મોતીબાગ અને ત્‍યાથી બહાઉદ્દીન કોલેજમાં સમાપન થશે.

આ દોડ માં જોડાનારા તમામ સ્‍પર્ધકોને ભાજપા દ્વારા ટીસર્ટ આપવામાં આવશે.

આ મેરેથોન દોડ યુવા મોરચાના પ્રમુખ  મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયાના નૈતળત્‍વમાં યોજાશે.

આ મેરેથોન દોડ ને સફળ બનાવવા માટે વનરાજ સુત્રેજા, રૂષિકેશ મર્થક, તેજસ જોષી, રવિ રૈયાણી, પરાગ રાઠોડ, સંજય રૂઘાણી, અનિલ પરમાર, આકાશ દવે, પ્રિતેશ અપારનાથી, પિયુષ ગઢવી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.  મેરેથોન દોડ માં જોડાવવા માટે ૯૭૧૪૩૧૦૦૨૫, ૯૮૯૮૯૯૭૯૬૪, ૮૮૮૦૯૧૧૧૧૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:23 pm IST)