Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજુલમાં હોન્‍ડાની ચોરી કરનાર ઝડપાઇ ગયો

 રાજુલા : ગઇ તા.૧૧/૦૯/૨૦૨૨ ના રાજુલા, તત્‍વ જ્‍યોતિ વિસ્‍તાર, ગઢની રાંગ પાસે,શેરીમાંથી મોટર સાયકલ રજીસ્‍ટર નંબર-GJ 14 AN 2561 ચેસિસ નંબર- MBLHAR07J5F07199 તથા એન્‍જીન નંબર- HA10AGJ5F11492 કાળા કલરનું ,મોરા ઉપર  જય માતાજી લખેલ, મોટર સાયકલ આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-ની કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી  કરી  લઇ  જઇ  ગુન્‍હો  કરેલ  હોય  જે  અંગે કલ્‍પેશભાઇ અશોકભાઇ ચુડાસમા રહે.રાજુલાનાઓએ  ફરીયાદ આપતા, અજાણ્‍યા આરોપી વિરૂધ્‍ધ રાજુલા પો.સ્‍ટે ,એ-પાટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૮૨૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭ મુજબનો  ગુનો રજી.થયેલ  હતો. સદર  ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્‍સ., રાજુલા પો.સ્‍ટે.નાઓ ચલાવી રહેલ હતા. જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ.એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.૨૧/૦૯/૨૨નાં રોજ  ઉપરોક્‍ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની ચોરી થયેલ સ્‍થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તથા વાહનોના નંબરો પોકેટ  કોપ મોબાઇલમાં સર્ચ કરી,તેમજ  ખાનગી  બાતમીદારો  માર  આરોપી અંગે ચોકકસ બાતમી  મેળવી, ઉપરોક્‍ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ગણતરીની કલાકોમાં  (૧) વિઠલભાઇ કાળુભાઇ ડોડીયા ઉ.વ.૩૯ ધંધો.મજુરી રહે.બોરાળા બસ સ્‍ટેશનમાં તા.ખાંભાને પકડી પાડેલ  છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક  હિમકરસિંહ, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓની સુચના હેઠળ  દિનેશભાઇ દયાળભાઇ મકવાણા તથા ઘનશ્‍યામભાઇ હસમુખભાઇ મહેતા અનાર્મ પો.કોન્‍સ તથા ભરતસિંહ લાખાભાઇ ગોહીલ અનાર્મ પો.કોન્‍સ તથા લોકરક્ષક મેહુલભાઇ કાળુભાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:23 pm IST)