Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કેશોદની બજારોમાં અવનવા કલાત્‍મક અને આકર્ષક ગરબા ખરીદવા ભાવિકો ભક્‍તો ઉમટી પડયા

કેશોદ,તા.૨૨ : નવલાં નોરતા નિમિત્તે કેશોદ શહેરનાં મુખ્‍ય માર્ગો પર લારીઓ અને દુકાનો પર ગરબાનું વેચાણ થતું જોવા મળે છે. ગળહિણીઓ હોંશે હોંશે ભાવ અને શ્રધ્‍ધા પૂર્વક ગરબા ખરીદતાં જોવા મળેછે.

 ગરબો એ આપણી આધ્‍યાત્‍મિક સંસ્‍કળતિનું પ્રતીક છે. નવરાત્રીનાં નવલાં નોરતાં આધ શક્‍તિનું પર્વ અને આરાધનાનું પર્વ તરીકે ઉજવવામાં આવે છે ત્‍યારે મા ની, ભાવથી જે કરે ભક્‍તિ તેની ખુશહાલ રહે સદાય જિંદગાની ભાદરવા માસનાં અંતિમ શ્રાદ્ધ પછી સોમવારથી નવરાત્રી નાં નવલાં નોરતા શરૂ થઈ રહ્યાં છે ત્‍યારે શેરી ગરબા અને માતાજીની સ્‍તુતિ વંદનાના પાવન દિવસો શરૂ થવાનાં હોય ભાવિકો ભક્‍તો માં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. કેશોદ શહેરમાં નવરાત્રિનાં નવલાં ગરબા માટે હવે માટીનાં ગરબાનું વેચાણ શહેરનાં વિવિધ વિસ્‍તારોમાં થતું જોવા મળે છે. કેશોદના આંબાવાડી કાપડબજાર ઉપરાંત પટેલ રોડ વિસ્‍તારમાં કેટલીક લારીઓ અને દુકાનો પર વિવિધ ભાતનાં ગરબાઓ વેચાતાં જોવા મળે છે. ગરબામાં પડેલાં છીદ્રો પણ આપણાં આધ્‍યાત્‍મિક જ્ઞાનની સાક્ષી પૂરે છે. ગરબાની અંદર ઘીનો દીવો કરીને માતાજીની સ્‍તુતિ કરવાની આપણી પ્રાચીન પરંપરા આપણી સંસ્‍કળતિની ઝાંખી દર્શાવે છે.આ વર્ષે બજારમાં ઉપલબ્‍ધ કલાત્‍મક અને આકર્ષક ગરબા ખરીદવા ભાવિકો ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા છે એ દર્શાવે છે કે કોરોના મહામારી પછી લોકો સંસ્‍કળતિ તરફ વળ્‍યાં છે.

  વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા  હિન્‍દુ સંસ્‍કળતિ જાળવવા અપીલ

 કેશોદ : કેશોદ વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલાં નવરાત્રી મહોત્‍સવ નિમિત્તે આયોજકોને અપીલ કરી છે કે આરતી બાદ સન્‍માન સાથે રાષ્‍ટ્રગીત ગાવામાં આવે અને હિન્‍દુ સંસ્‍કળતિ જળવાઈ રહે એ રીતે પહેરવેશ પહેરીને માતાજીના ગરબા ગાઈને પશ્રિ્‌ચમી વિકળતિ ત્‍યજીને આસ્‍થાભેર નવરાત્રી મહોત્‍સવ ધામધૂમથી ઉજવવામાં આવે. નવરાત્રી નાં દિવસોમાં લવજેહાદ નાં કિસ્‍સાઓ બનતાં અટકાવવા આયોજકો દ્વારા તકેદારી રાખવામાં આવે અને જરૂરિયાત જણાય તો વિ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ નો સંપર્ક કરવા જણાવાયું છે.

 બિનવારસી વાહનોની હરરાજી

 કેશોદ : કેશોદ પોલીસ સ્‍ટેશનનાં મેદાનમાં લાંબા સમયથી પકડાયેલા વાહનો વાહનમાલીકો દ્વારા કાયદાકીય -ક્રિયા પુર્ણ કરી લઈ જવામાં ન આવતાં પડતર વાહનોની વહીવટી મંજુરી મેળવી  ૬૭ જેટલાં માંગણીદાર ની હાજરીમાં જાહેર હરાજી કરવામાં આવી હતી. કેશોદ પોલીસ વિભાગ નાં ઝળ્‍લ્‍ભ્‍ જે. બી. ગઢવીની ઉપસ્‍થિતિમાં ૧૩૨ ટુ વ્‍હીલર અને ત્રણ થ્રી વ્‍હીલર વાહનોની હરરાજી કરવામાં આવતાં આખરી બોલી રૂપિયા ૩,૬૪,૦૦૦/- બોલવામાં આવેલ હતી. કેશોદ પોલીસ સ્‍ટેશનમાં નવરાત્રી પહેલાં ભંગાર હાલતમાં પડયા રહેતાં વાહનો બે દિવસમાં દુર થઈ જશે.

 બાળાઓની શારીરિક તપાસ યોજાઈ

 કેશોદ : કેશોદના ડીપી રોડ પર આવેલી વી. એસ. સ્‍કૂલમાં  વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત બસોથી વધારે બાળાઓને હેમોગ્‍લોબીન તપાસ કરી જરૂરીયાત મુજબ દવા આપવાની શિબિર કેશોદ અર્બન હેલ્‍થ સેન્‍ટરનાં સહયોગથી યોજવામાં આવી હતી. આ કેમ્‍પને સફળ બનાવવા કેશોદના મહિલા અગ્રણી મમતાબેન રાવલ સહિત બહેનોએ જહેમત ઉઠાવી હતી.

 બંધના એલાનમા દુધની ડેરી અને હોટલો જોડાયા

 ગુજરાત રાજ્‍ય ની ધારાસભાની ચૂંટણી યોજાવાની છે ત્‍યારે આંદોલનની મોસમ શરૂ થઈ હોય એવું બની ગયું છે.   પશુપાલકો અને માલધારી સમાજ દ્વારા ગુજરાતમાં દુધ બંધીનું એલાન આપવામાં આવ્‍યું હતું જેમાં કેશોદ શહેરમાં સવારથી આગેવાનો ચા ની હોટલો અને દુધની ડેરી ખુલ્લી હોય ત્‍યાં ટોળું ધસી જઈ બંધ કરાવતાં સમગ્ર શહેરમાં ચાની લારી ગલ્લા અને દુધની ડેરી બંધ રહેતાં દુધ માટે ગળહિણીઓ શહેરીજનો અને ચાના રસીયાઑ હેરાનપરેશાન થઈ ગયાં હતા.    દુધ આવશ્‍યક ખાધ પદાર્થો માં સમાવિષ્ટ કરાઈ હોય તો વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો માટે  કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવી નહોતી ત્‍યારે સતાધારી પક્ષના પદાધિકારીઓ પણ શહેરીજનોની મુશ્‍કેલી નજરઅંદાજ કરી હતી.

(2:37 pm IST)