Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

શિયાળ બેટ અને ચાંચ બંદર ગામે માછીમારી જેટી બનશે

ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેરની સતત રજૂઆતોનાં પરિણામે

 રાજુલા તા. ૨૨ : રાજુલા જાફરાબાદ નાં દરિયાકાંઠાના વિસ્‍તાર માછીમારી વ્‍યવસાય સાથે સંકળાયેલા છે અહિયાં માછીમારી ને પૂરતી સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવે તો માછીમારો ખૂબ ફાયદો થાય તેમ છે. ત્‍યારે રાજુલા નાં ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર સાથે શિયાળ બેટ ટાપુ નાં માછીમાર આગેવાનો ગાંધીનગર ખાતે મત્‍સ્‍યોદ્યોગ મંત્રીને મળી રજૂઆત  કરવા માટે પહોંચ્‍યા હતા. તેમની રજૂઆત એવી હતી કે (૧) વલસાડ તથા અન્‍ય બંદરો પર રજીસ્‍ટ્રેશન (કોલ) થયેલ બોટ ને જાફરાબાદ બંદર પર નોંધણી કરાવવામાં આવે. (૨) શિયાળ બેટ અને ચાંચ બંદર પર ફિશિંગ જેટી બનાવી. (૩) દરિયાઇ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સેવા (૪) દરિયાકાંઠા નાં ધારાબંદર, જાફરાબાદ, શિયાળ બેટ તથા ચાંચ, ખેરા સહિત નાં ગામોમાં દરિયાઇ મોજા થી થતું ધોવાણ અટકાવવા માટે પૂર સંરક્ષણ દિવાલો બનાવવા માટે મંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં મંત્રી શ્રી દ્વારા હકારાત્‍મક જવાબ આપ્‍યો હતો અને આગામી દિવસોમાં ચાંચ બંદર અને શિયાળ બેટ પર માછીમારો માટે ફિશિંગ જેટી બનાવવા માટે જાહેર કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. જ્‍યારે તેમજ વલસાડ તથા અન્‍ય બંદરો નાં રજીસ્‍ટ્રેશન (કોલ) બાબતે મત્‍સ્‍યોદ્યોગ નાં ઉચ્‍ચ અધિકારીને  સૂચના આપી હતી.

ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર દ્વારા ફેસબુક પર અંતમાં લખ્‍યું હતું કે ‘મને સંતોષ  એ વાતનો થયો કે જ્‍યારે આ ગ્રામ્‍ય માછીમાર ભાઈઓ એ એવું કહ્યું  કે અમોએ તમારા લીધે પ્રથમ વખત સચિવાલય જોયું અને વિવિધ વિભાગો ના મંત્રીશ્રીઓ ને રૂબરૂ મળી અમારા પ્રશ્‍નો રજૂ કર્યા.' આમ કોઈ પણ સામાન્‍ય માણસ ની રજૂઆત ગાંધીનગર ખાતે ચૂંટાયેલા જન પ્રતિનિધિ દ્વારા યોગ્‍ય રીતે રજૂઆત કરવામાં આવે અને વિધાનસભામાં યોગ્‍ય  પ્રશ્‍નો ઉઠાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે.

(1:22 pm IST)