Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જૂનાગઢના યુવાનોએ નેચર ફર્સ્‍ટ (પ્રથમ પ્રકળતિ)ના માધ્‍યમથી જંગલ માટે સેવાની ધૂણી ધખાવી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૨૧ : નેચર ફર્સ્‍ટ નામથી સંસ્‍થા શરૂ કરી સતત પ્રકળતિનું જતન કરવાના વિચારો જનમાનસ પર પ્રસ્‍થાપિત કરવા આ સંસ્‍થાના સંસ્‍થાપક ડો. એન.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ચાર જિલ્લાઓમાં તન મન અને ધનથી પ્રકળતિની સેવા કરે તેવા યુવાનોની ટીમો ઊભી કરી  પ્રકળતિનું જતન શરૂ કરવામાં આવ્‍યું છે, જંગલ સફાઈની સાથે સાથે વળક્ષારોપણ પણ સંસ્‍થા દ્વારા કરવામાં આવે છે, ગત પ્રકળતિ દિવસથી આ સંસ્‍થા સાથે જોડાયેલા તમામ યુવાનોએ એક લાખ વળક્ષો વાવી તેનું જતન કરવાનો પ્રણ લીધો હતો અને આ યુવાનો કામે લાગી ગયા હતા. ગુજરાતના ગાંધીનગર, પાટણ, ભાવનગર અને જૂનાગઢની ટીમો લોકોને આ બાબતે જાગળત કરવા પ્રયત્‍નો કરી ચોક્કસ જગ્‍યા નક્કી કરી ત્‍યાં વળક્ષ વાવી અને તેના જતન માટે કોઈને જવાબદારી સોંપવામાં આવે છે અને આના માટે જો કોઈ વ્‍યક્‍તિ  તૈયાર ના થાય ત્‍યારે આ વળક્ષના ઉછેરની જવાબદારી ખુદ સંસ્‍થાના યુવાનો માથે લે છે, આ ઉપરાંત અભિયાન અંતર્ગત ગત પ્રકળતિ દિવસથી શરૂ કરી જુનાગઢની ટીમે શહેરના અલગ અલગ મંદિર, તેમજ સંસ્‍થાઓની મદદ લઈને ૨૪,હજાર તુલસીના રોપાઓનું વિતરણ કરી તેના જતન ઉપરાંત તેમના આયુર્વેદિક ઉપયોગ માટે લોકોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.                                 

 જૂનાગઢના યુવાનોની ટીમ છેલ્લા ૫૩ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્‍ટના માધ્‍યમથી પ્રકળતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્‍તારોમાં દર રવિવારે પ્‍લાસ્‍ટિક મુક્‍ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નેચર ફર્સ્‍ટની ટીમ દ્વારા વિલિંગન્‍ડ ડેમ તથા દાતારની સીડી આસપાસના જંગલ વિસ્‍તારમાં ૫૩મું પ્‍લાસ્‍ટિક મુક્‍ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્‍યું હતું, અને આ પ્‍લાસ્‍ટિક મુક્‍ત ગીરનાર જંગલ અભિયાન દરમિયાન આશરે ૬૫ કિલો જેટલા પ્‍લાસ્‍ટિકના જથ્‍થો જંગલ વિસ્‍તારમાંથી એકત્ર કરી તેનો નાશ કરાયો હતો.

ત્‍યારે પ્રકળતિની સતત સેવા કરતી આ સંસ્‍થાના સંસ્‍થાપક ડો.એન.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ગિરનારના જંગલમાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત ગીરનાર જંગલ અભિયાન ચલાવનાર ભરતભાઈ બોરીચા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે તેમની સંસ્‍થાના યુવાનો દ્વારા છેલ્લા ૫૩ સપ્તાહ દરમ્‍યાન ગીરનાર જંગલ વિસ્‍તારમાંથી આશરે ૧૨ ટન જેટલાં પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્‍યો છે. તેમજ વધુમાં તેમણે પોતાની વાતમાં લોકોને પ્રકૃતિ બચાવવાનો સંદેશ આપ્‍યો હતો. 

તેમજ નેચર ફર્સ્‍ટના યુવાનો દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે અમારા માટ ‘‘પ્રથમ પ્રકળતિ'' બીજું બધુ પછી એટલે જ અમે નેચર ફર્સ્‍ટના નામથી છેલ્લા એક વર્ષથી પ્‍લાસ્‍ટિક મુક્‍ત ગીરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અમારી સંસ્‍થા સતત પ્રકળતિનું જતન કરતી આવી છે, અને કરતી પણ આવશે પ્રકળતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમારી સંસ્‍થા દરેક દિવસન પ્રકળતિનો દિવસ માને છે, જેના ભાગરૂપે આજે ગીરનારના જંગલ વિસ્‍તારમાં અમારી સંસ્‍થાએ ૫૩મું સપ્તાહ પ્‍લાસ્‍ટિક મુક્‍ત ગીરનાર જંગલ અભિયાન હાથ ધર્યું હતું.

તેમજ સાથે સાથે યુવાનોએ જાહેર જનતાને ગીરનારમાં કચરો ન કરવા સંદેશ આપ્‍યો હતો.  ત્‍યારે નેચર ફર્સ્‍ટની આ સારી કામગીરીને બિરદાવા  જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા દર અઠવાડિયે પોતાના ટ્‍વીટર પર નેચર ફર્સ્‍ટની કામગીરી અંગે ટ્‍વીટ કરીને આ યુવાનોને  પ્રોત્‍સાહિત પણ કરે છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા સહિત અન્‍ય બે ત્રણ સંસ્‍થાઓ દ્વારા પણ આ ઉમદા કાર્યની નોંધ લઇ નેચર ફર્સ્‍ટ સંસ્‍થાને પ્રમાણપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(1:19 pm IST)