Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જુનાગઢ : ધ નેઈલ ઓફ બ્‍યુટી સલુન એક્‍ઝિબિશનમાં રાજકોટનાં રિધ્‍ધિ લખલાણીને ખિતાબ એનાયત

જૂનાગઢના પત્રકાર રાકેશ લખલાણીના પુત્રવધુ રિધ્‍ધિને અમદાવાદ ખાતે એવોર્ડ અપાયો

 જૂનાગઢ તા.૨૧ : વર્ષ ૨૦૨૨ના માટે અમદાવાદ ખાતે યોજાયેલ ધ નેઈલ (નખ) ઓફ બ્‍યુટી સલુન એકઝીબીશન યોજાયુ હતુ.જેમાં રાજકોટ ખાતે ધ નેઈલ આર્ટ ચલાવતા રિધ્‍ધિ લખલાણી (જોષી)ને આ ખીતાબ એનાયત કરવામાં આવ્‍યો હતો.

વર્ષ ૨૦૧૫થી સૌંદર્ય વિશ્વમાં આકાર બ્‍યુટી અને સલુનની કોમ્‍પીટીશનની શરૂઆત આઠ વર્ષથી ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે.

જેમાં બ્‍યુટીનુ સલુન એકસપો ઓફ બ્‍યુટી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગુજરાતમાં નવી બજારો અને તેના માટે નવી તકો ખોલવામાં આવી રહી છે.

ત્રણ દિવસનો બ્‍યુટી સલુમ એકસપો ગત તા.૧ર,૧૩,૧૪ સપ્‍ટેમ્‍બરના રોજ યોજવામાં આવેલ જેમાં ગુજરાતમાંથી ર૦૦ જેટલા એકઝીબીટર્સએ ભાગ લીધો હતો. સાથે રપ૦૦ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.

આ ફેસીબલમાં ભાગ લેનાર આર્ટી સ્‍ટોમાં રાજકોટ ૧પ૦ રીંગ રોડ પર ધ નેઈલ આર્ટ ચલાવતા રિધ્‍ધિ લખલાણી જોષીને વર્ષ ર૦રરનો ખિતાબ એનાયત કરવામાં આવ્‍યો હતો.

આ કલાકળતિમાં રાજય કેન્‍દ્ર સરકાર દ્વારા ર૧મી સદીના માનવ કલાકળતિમાં કોઈ લાભ કે સપોર્ટ કે બેન્‍કીંગ લોન કલાસની કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી કે કોઈ પ્રોત્‍સાહન આપવામાં આવતુ નથી. આર્ટીસ્‍ટો પોતાના સ્‍વખર્ચે પોતાની કલા બહાર લાવી એક નવી જ તક નવી જ રોજગારી જાતે ઉભી કરી રહ્યા છે.

આ અંગે રાજય સરકાર આવા કોર્ષને માન્‍યતા આપી યુવક યુવતીઓમાં પડેલી શક્‍તિને બહાર લાવવાની તક મળે તેવી માંગ ઉઠવા પામી છે.

(1:18 pm IST)