Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વિસાવદરના કાલસારી ગામે જિ.પં.સદસ્‍યા ચંદ્રિકાબેન વાડદોરીયાના હસ્‍તે મેડિકલ કેમ્‍પ સંપન્ન : સંખ્‍યાબંધ દર્દીઓએ લાભ લીધો

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૨ ; વિસાવદર બાજુના કાલસારી ગામે પ્રાથમિક શાળામાં ન્‍યુ લુક સ્‍કીન/ કોસમોટિક/ ફિટનેસ ક્‍લિનિકનાં સહયોગ ફ્રી મેડિકલ કેમ્‍પ યોજાયો હતો. કેમ્‍પનું ઉદધાટન જુનાગઢ જિલ્લા પંચાયતનાં સદસ્‍યા શ્રીમતિ ચંદ્રિકાબેન કરશનભાઈ વાડદોરીયાનાં વરદહસ્‍તે કરવામાં આવેલ તેમજ કેમ્‍પનાં ઓર્ગેનાઈઝર તરીકે અરવિંદભાઈ જી.પાધડાર(જુનાગઢ) રહેલ.કેમ્‍પ દરમ્‍યાન અલગ અલગ રોગોના નિષ્‍ણાત ડોક્‍ટરોએ પોત પોતાની બહુમુલ્‍ય સેવાઓ આપેલ.નિદાન સાથે દર્દીઓને વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવી હતી.કેમ્‍પમા ગ્રામજનો-આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.કેમ્‍પનો બહોળી સંખ્‍યામા દર્દીઓએ લાભ લીધો હતો.

વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો

 વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર -ેસિડેન્‍ટ  ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં સહયોગથી શ્રી જીવાપરા પ્રાથમિક શાળા,વિસાવદર ખાતે વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો હતો.કાર્યકમ અંતર્ગત વાર્તાલાપ, સંવાદ તેમજ નિબંધ લેખન સ્‍પર્ધા નું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેમાં પ્રથમ, દ્વિતિય તેમજ તળતીય નંબર મેળવનારને પ્રમાણપત્રો, ફૂલ સ્‍કેપ બુક, બોલપેન, લાયન્‍સ બેગ, પાઉચ તેમજ નવરાત્રી આરતી બુક સહિતના પુરસ્‍કારો અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ શાળાનાં દરેક વિદ્યાર્થીઓને બિસ્‍કીટ પેકેટ તેમજ ચોકલેટ વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમમા શાળા પરિવાર ઉપસ્‍થિત રહ્યો હતો.

(1:18 pm IST)