Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કાલથી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્‍સવ

સમાપન સમારોહમાં પૂ.રમેશભાઇ ઓઝા, જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્‍થિત રહેશેઃ કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીની અધ્‍યક્ષતામાં તૈયારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: વિદ્યાર્થીઓમાં કલા, સંસ્‍કળતિ અને સર્જનાત્‍મકતા ઉજાગર થાય તે હેતુથી આઝાદી કા અમળત મહોત્‍સવ નિમિતે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ તેમજ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ. કે. વાછાણી મહિલા આર્ટસ એન્‍ડ હોમસાયન્‍સ કોલેજ, કેશોદના સયુંકત ઉપક્રમે આગામી તા.૨૩ અને ૨૪ના રોજ ‘અવસર-૨૦૨૨' ના શીર્ષક હેઠળ પી.વી.એમ. સાયન્‍સ કોલેજ, વેરાવળ હાઇવે, કેશોદ ખાતે યુનિવર્સિટીનો ભવ્‍ય-રંગારંગ ચતુર્થ યુવક મહોત્‍સવ યોજાનાર છે.

આ યુવક મહોત્‍સવમાં સંગીત, ભજન, લોકગીત, દુહા-છંદ, ક્‍વીઝ, વકતળત્‍વકળા, ડીબેટ, એકાંકી, લાઘુનાટક, રંગોળી, પોસ્‍ટરમેકીંગ, કોલાઝ, લોકનળત્‍ય, મિમિક્રી, વકતળત્‍વ સ્‍પર્ધા સહિતની વિવિધ ૩૪ જેટલી સ્‍પર્ધાઓમાં આશરે ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાનું કૌવત ઝળકાવશે.

યુવક મહોત્‍સવના ઉદઘાટન સમારોહના દિવસે અલગ-અલગ થીમ તથા આકર્ષક-પચરંગી ફલોટસ ધરાવતી વિશાળ કલાયાત્રા પણ નીકળશે. આ કલાયાત્રામાં ભારતનો ભવ્‍ય સાંસ્‍કળતિક વારસો તથા સમાજોપયોગી અલગ અલગ થીમને ઉજાગર કરવામાં આવશે. કલાયાત્રામાં મહાનુભાવો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ વિગેરે મોટી સંખ્‍યામાં જોડાશે.

     ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી -ો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર ઉદ્ધાટન તથા સમાપન સમારોહમાં ગુજરાત રાજ્‍યના કેબીનેટ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ગોરક્ષનાથ આશ્રમ, ભવનાથ-જુનાગઢના પૂ.મહંતશ્રી શેરનાથ બાપુ, પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુક, જુનાગઢના સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ, કેશોદના પ્રમુખશ્રી જયેશભાઈ લાડાણી, જુનાગઢ રેન્‍જ આઈ.જી.શ્રી નીલેશભાઈ જાજડીયા, પ્રસિદ્ધ પુરાણ પ્રવક્‍તા શાષાી ડૉ.મહાદેવપ્રસાદ મહેતા, જુનાગઢ સ્‍વામિનારાયણ મંદિરના પૂ.કોઠારી સ્‍વામીશ્રી, ગુજરાતના રાજ્‍યકક્ષાના પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ, જીલ્લા પંચાયત, જુનાગઢના પ્રમુખશ્રી શાંતાબેન દિનેશભાઈ ખટારિયા, માણાવદરના ધારાસભ્‍યશ્રી જવાહરભાઈ ચાવડા, મહાનગરપાલિકા જુનાગઢના મેયરશ્રી ગીતાબેન પરમાર, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા, પટેલ વિદ્યાર્થી આશ્રમ, કેશોદના કેમ્‍પસ ડાયરેક્‍ટરશ્રી ભરતભાઈ વડારીયા, જુનાગઢના એસ.પી.શ્રી રવિ તેજા વાશમશેટ્ટી વિગેરે મહાનુભાવો હાજર રહી યૌવનને પ્રોત્‍સાહિત કરશે.

તા.૨૩ શુક્રવારે સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે આ યુવક મહોત્‍સવનું ઉદઘાટન કરવામાં આવશે.

સફળ બનાવવા કુલપતિશ્રી પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીના નેજા હેઠળ યુનિવર્સિટીના કુલસચિવ ડો.મયંક સોની, સાંસ્‍કળતિક પ્રવળત્તિ વિભાગના કો ઓર્ડીનેટર ડો.વિશાલ જોશી, યુ. કે. વાછાણી મહિલા આર્ટસ એન્‍ડ હોમસાયન્‍સ કોલેજ, કેશોદના આચાર્ય ડૉ.સી. બી. કગથરા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

યુનિવર્સિટીના સરકાર નિયુક્‍ત સિન્‍ડીકેટ સભ્‍યો શ્રી ચંદ્રેશભાઈ હેરમા, ડૉ.જયભાઈ ત્રિવેદી, ભાવનાબેન અજમેરા તથા પ્રો.જીવાભાઈ વાળા પણ યુવક મહોત્‍સવને સફળ બનાવવા સતત દેખરેખ રાખી રહ્યા છે.

(1:17 pm IST)