Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરમાં તરૂણાવસ્‍થાના પડકારો અને સુરક્ષા અંગે તાલીમકારોની રાષ્‍ટ્રીયકક્ષા તાલીમ યોજાઈ

ભાવનગર : બાળ અધિકારના ક્ષેત્રે કાર્યરત શૈશવ સંસ્‍થા દ્વારા તરૂણાવસ્‍થામાં થતાં શારીરિક, માનસિક અને ભાવનાત્‍મક ફેરફારો અને સુરક્ષાને લઈને રાષ્‍ટ્રીય સ્‍તરની તાલીમકારોની તાલીમ શિબિર યોજાઈ હતી.  આ તાલીમ શિબિરમાં હિમાચલ પ્રદેશ,  દિલ્‍હી, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, બિહાર જેવાં ૭ રાજ્‍યોની વિવિધ ૧૩ સંસ્‍થાઓનાં ૩૨ ભાઈઓ-બહેનોએ તાલીમ લીધી હતી.  આ તાલીમમાં બાળકોનો સુરક્ષાનો અધિકાર, તરૂણાવસ્‍થામાં થતાં શારીરિક, માનસિક અને ભાવનાત્‍મક ફેરફારો, બોડી ઈમેજ, ઓનલાઈન સેફટી અને સોશ્‍યલ મીડિયા જેવાં મુદ્દાઓ ઉપરાંત વિશેષ કરીને વેનલીડોનાં સુરક્ષાનાં પગલાઓ વિશે શૈશવના  પારૂલબહેન, ઇશાબહેન, પાર્થભાઈ તથા ફાલ્‍ગુનભાઈએ તાલીમ આપી હતી. તરૂણો સાથે કેવી પ્રવળતિઓ કરી શકાય, કઈ સાધન સામગ્રીઓ લઇ તાલીમ કરી શકાય વગેરે બાબતોનું માર્ગદર્શન આ તાલીમમાં આપવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:48 am IST)