Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબીમાં હુન્‍ડાઇના શો-રૂમમાં ચડ્ડી-બનીયાનધારી ગેંગ ત્રાટકી : તિજોરી તોડી ૩.૫૫ લાખની ચોરી

સિક્‍યુરીટી ગાર્ડની નજર સામે જ તસ્‍કર ગેંગ તિજોરી તોડી રોકડ ચોરી ગઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબીમાં તસ્‍કરો ફરી સક્રિય થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જયાં ગત રાત્રીના ઇક્‍વીટી હુન્‍ડાઇ શો રૂમમા મધરાતે ચડ્ડી-બનિયાનધારી તસ્‍કર ગેંગ ત્રાટકી હતી ᅠઅને તિજોરી તોડીને તેમાંથી રૂ.૩.૫૫ લાખની રોકડ ચોરી કરી ગયા હતા.

ફરિયાદી ધીરૂભા અલુભા જાડેજાએ જણાવ્‍યું હતું કે,ᅠતેઓ શકત શનાળા,ᅠરાજકોટ રોડ પર આવેલ ઇક્‍વીટી હુન્‍ડાઇ શો રૂમમાં સીક્‍યોરીટી ગાર્ડ ᅠતરીકે ફરજ પર હતા. અને તેમની સાથે અન્‍ય એક સીક્‍યોરીટી ગાર્ડ ડાયાભાઇ ફૂલઝરીયા પણ ફરજ પર તૈનાત હતા. રાત્રીના એક વાગ્‍યાની આસપાસ જયારે ᅠધીરૂભા શો રૂમમાં ઉપરના માળે આંટો મારવા ગયા ત્‍યારે પાછળનો દરવાજો ખુલ્લો હતો. જેથી તેઓ આ મામલે નીચે ડાયાભાઇ પાસે જતા હતા ત્‍યારે ચડ્ડી બનિયાનધારીᅠ૪ᅠશખ્‍સો તેમની પાસે આવ્‍યા અનેᅠ‘તમે અહીં બેઠા છો !'ᅠજેથી હું ઉપર ખુરશીમાં બેઠો રહેલ હતોᅠતેમ ચોરે સિક્‍યુરીટીને કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.

વધુમાં તેમણે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે,ᅠ૭૦ વર્ષીય ધીરૂભા આ ઈસમો સામે લડવા માટે સક્ષમ ન હોય જેથી તેઓ ખુરશી પર બેસી ગયા કંઈ બોલ્‍યા નહી. એ સમયે ચારેય ઈસમોએ તિજોરીને ગ્રાઈન્‍ડર,ᅠહથોડી અને મોટી કોષથી તિજોરીને તોડીને તેમાંથી એક કાળા કલરનો થેલો લઈને જતા રહ્યા. જે બાદ તુંરત ધીરૂભાએ અન્‍ય સીક્‍યોરીટી ગાર્ડ ડાયાભાઇને જાણ કરી. જેથી ડાયાભાઇએ શો-રૂમના મેનેજરને સમગ્ર બનાવની જાણ કરી હતી. જયારે મેનેજર શો રૂમમાં પહોચ્‍યાં અને તપાસ કરી ત્‍યારે ખબર પડી કે તિજોરીમાંથી ᅠરૂ.૩,૫૫,૨૦૯ લાખની તસ્‍કરી થઈ છે.

આ ફરિયાદીના આધારે પોલીસે ઇ.પી.કો.કલમ. ૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:47 am IST)