Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગોંડલઃ વાહન અકસ્‍માત ઇજાના કેસમાં આઠ લાખ ૧પ હજારનું વળતર ચુકવવા હુકમ

ગોંડલ તા. રરઃ વાહન અકસ્‍માતમાં થયેલ ઇજાઓ બદલ રૂા. ૮.૧પ લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.

રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ખોખરી ગામે રહેતા મુકેશભાઇ બાઘજીભાઇ સુરાણી તા. ૧૩-૦૯-ર૦૧૭ના  રોજ મો. સાયકલ ચલાવીને જતા હતા ત્‍યારે કાર નં. જીજે-૦પ-જેબી-રર૮૯ સાથે અકસ્‍માત થતા સદરહું અકસ્‍માતમાં મુકેશભાઇને પગમાં તેમજ હાથમાં ફ્રેકચર થયેલ જે બદલ ઉપરોકત કારના ચાલક માલીક તેમજ વિમા કંપની વિરૂધ્‍ધ ગોંડલની મોટર એકસી. કલેમ ટ્રીબ્‍યુનલ સમક્ષ કલેઇમ દાખલ કરેલ.

આ કલેઇમ કેસ કોર્ટમાં ચાલી જતા રૂા. ૮,૧૪,૮૭પ-૦૦ વળતરની અરજીની તારીખથી ૯ ટકા ચડત વ્‍યાજ અને ખર્ચ સહીત અરજદાર મુકેશભાઇ બાઘજીભાઇ સુરાણીને ચુકવી આપવાનો વાહનના માલીક અને વિમા કંપની ન્‍યુ ઇન્‍ડીયા એસ્‍યો. કાું. લી.ને હુકમ કરેલ છે.

આ કામે મુકેશભાઇ બાઘજીભાઇ સુરાણી વતી એડવોકેટ એસ. આર. સરધારીયા તથા એ. એસ. સરધારીયા રોકાયેલ હતા.

(11:45 am IST)