Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ધોરાજીમાં એક સાથે ૧૧૦૦ નાના ભૂલકાઓ રાસ રમશે

(કિશોર  રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૧ : ધોરાજીમાં ખરાવડ પ્‍લોટ ખાડિયા ખાતે બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ડિસ્‍કો ડાંડિયાના ક્રેજમાં માત્રને માત્ર દસ વર્ષથી નાની ઉંમરના ૧૧૦૦ જેટલા ભૂલકાઓને વિનામૂલ્‍યે રાસ રમાડતી એક માત્ર બજરંગ ગ્રુપ આયોજિત ભુલકા ગરબી છે

બજરંગ ગ્રુપના પ્રમુખ સી.સી. અંટાળા એ જણાવેલ કે ધોરાજી શહેરમાં એકમાત્ર એવી અમારી ગરબી છે કે જ્‍યાં માતાજીના અર્વાચીન રાસ ગરબા સાથે માત્ર ને માત્ર દસ વર્ષથી નાની વયના ભૂલકાઓ રાસ રમે છે એ પણ એક સાથે ૧૧૦૦ જેટલા ભૂલકાઓ માતાજીના ગરબા રમે છે અમારી આ ભુલકા ગરબીમાં દરરોજ સ્‍ટાન્‍ડર્ડ કંપનીની વસ્‍તુની લાણી થાય છે તેમજ છેલ્લા દિવસે તમામ ભૂલકાઓને લાણી વસ્‍તુ સ્‍વરૂપે આપવામાં આવે છે પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તમામ ભૂલકાઓ વિનામૂલ્‍યે છેલ્લા ૨૦ વર્ષથી અમારી ગરબીમાં રમે છે

આ વર્ષે તા.૨૬ /૯ /૨૦૨૨ થી તા. ૪/ ૧૦/ ૨૦૨૨ નવરાત્રી મહોત્‍સવ ની પૂર્ણાહુતિ થશે દરરોજ રાત્રિના ૯ થી રાત્રિના ૧૧:૩૦ વાગ્‍યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના તાલે નવરાત્રી મહોત્‍સવ ભવ્‍ય રીતે માતાજીના ગરબા સાથે ઉજવવામાં આવશે જેમાં તા.૨૪ થી વિનામૂલ્‍યે પાસનું વિતરણ થશે અને તા.૨૫ સુધી પાસ આપવાની વ્‍યવસ્‍થા રહેશે પાસ મેળવવા માટે રાત્રિના ૯ થી ૧૧ ગરબીચોક ખાતે ભૂલકા ગરબીના આયોજકો બજરંગ ગ્રુપ પ્રમુખ સી.સી. અંટાળા હરિભાઈ, પપ્‍પુભાઈ તેમજ દલાભાઈ ટોપીયા, મુન્નાભાઈ રાઠોડ, જનકભાઈ, મહેશભાઈ હિરપરા, સહિત કાર્યકર્તાઓ નો સંપર્ક સાંધવામાં આવશે તો તેમને વિનામૂલ્‍યે ભૂલકા ગરબીનો પાસ મળી રહેશે ભૂલકાઓના પાસ વહેલા તે પહેલાના ધોરણે મળશે  જેથી જે ભૂલકાઓને ગરબીમાં રમવું છે તે તાત્‍કાલિક તારીખ ૨૪ અને ૨૫ બે દિવસમાં ભૂલકા ગરબી ખરાવડ પ્‍લોટ ખાતેથી પાસ મેળવી લેવા બજરંગ ગ્રુપ ખાડિયા ના પ્રમુખ સી.સી અંટાળાએ યાદીમાં આવેલું છે.

(11:44 am IST)