Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોટડા સાંગાણીના વડીયા ગામની જમીનના કરારનો અમલ કરવાનો દાવો નામંજુર

ગોંડલ તા. રરઃ કોટડા સાંગાણીના વડિયા ગામની જમીનના કરારનો અમલ કરવાનો દાવો રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ કોટડા સાંગાણી તાલુકાના ગામ વડિયાના રે.સ.નં.પ૩ પી ર ની ખેતીની જમીન એકર ૪-૩૯ ગુંઠા અંગે વેચાણ કરાર મનસુખભાઇ લાખાભાઇ, જાનાબેન લાખાભાઇ તથા દામજી લાખાભાઇ એ વાદી શામજીભાઇ ભીમજીભાઇ ડાંગર તથા સંજયભાઇ ભીખાભાઇ દાફડાને કરી આપેલ હોવાનું અને તે કરારના પાલન માટે વાદીએ ગોંડલના મહેરબાન સીનીયર સીવીલ જજની કોર્ટમાં સ્‍પેશ્‍યલ દીવાની દાવો દાખલ કરેલ હતો.

વાદીના દાવા મુજબ વાદીને પ્રતિવાદી નં. ૧ ી ૩ ના એ વેચાણ કરાર કરી આપેલ હોવા છતાં પ્રતિવાદી નં. ૧, ર, ૩ના એ પ્રતિવાદી નં. ૪ ના રમેશભાઇ ધીરૂભાઇ ગજેરાને દાવાવાળી જમીન અંગે વેચાણ દસ્‍તાવેજ કરી આપી કબજો સોંપી આપેલ તેમજ પ્રતિવાદી નં. ૪ ના એ દાવાવાળી જમીન પ્રતિવાદી નં. પના ને વેચાણ કરી દસ્‍તાવેજ કરી કબજો સોંપી આપેલ તે જમીન અંગે વાદીએ કરારના પાલન કરાવી જમીનનો કબજો સોંપી અપાવવા તથા વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મળવા વાદીએ દાવો કરેલ.

આ કામે પ્રતિવાદી નં. ૪, પ, ૬ ના એડવોકેટ એસ. પી. જાડેજાએ પ્રતિવાદી વતી રજુ કરેલ જવાબ તથા દસ્‍તાવેજી પુરાવાઓ તથા વાદીની ઉલ્લટ તપાસ કરી-રેવન્‍યું-સીવીલ તથા વિવિધ કાનુની જોગવાઇઓ તથા હાઇકોર્ટના જજમેન્‍ટના ઉલ્લેખ સાથે મુદાસરની દલીલો રજુ કરી વાદી તેનો દાવો સાબીત કરવામાં સંપુર્ણ નિષ્‍ફળ રહ્યાનું પ્રતિવાદી નં. ૪, પ, ૬ના રેકર્ડ ઉપર સાબીત કરવામાં સફળ રહ્યાની રજુઆત કરેલ. જેથી કોર્ટ તમામ હકિકતો ધ્‍યાને લઇ વાદીનો દાવો રદ કરવાનો મહત્‍વનો હુકમ કરેલ છે.

આ દાવામાં પ્રતિવાદીઓ તરફે ગોંડલના એડવોકેટ એસ. પી. જાડેજા તથા સેજલબેન દેદકિયા રોકાયેલ. 

(11:42 am IST)