Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સુત્રાપાડામાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્‍પ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૨ :  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તેમજ તા ૨૫/૦૯/૨૦૨૨ ના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્‍યાય ની જન્‍મજયંતી નિમિતે અને સ્‍વ. ડો ભરતભાઈ બારડ ના સ્‍મરનાર્થે સુત્રાપાડા મુકામે ભારતીય જનતા પાર્ટીના બક્ષિપંચ મોરચાના પ્રદેશ મંત્રી દિલીપભાઇ બારડ અને ભારતીય જનતા પાર્ટી સુત્રાપાડા શહેરના સહયોગથી સુત્રાપાડા મુકામે સુપર સ્‍પેસિયાલિસ્‍ટ ડોક્‍ટરોની ટિમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

 આ સર્વરોગ નિદાન કેમ્‍પ તા ૨૫/૦૯/૨૦૨૨ને રવિવાર ના રોજ ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ, બસ સ્‍ટેન્‍ડ પાસે, સુત્રાપાડા માં સવારે ૯ વાગ્‍યાથી બપોરે ૧:૩૦ વાગ્‍યા સુધી રાખવામા આવેલ છે. આ કેમ્‍પમાં નારાયણ મલ્‍ટીસ્‍પેસિયાલિસ્‍ટ હોસ્‍પિટલ અમદાવાદ ના હ્રદયરોગ ના નિષ્‍ણાંત ડો વ્‍યોમ મોરી, તેમજ ડાયાબિટીસ સ્‍યૂગર ના નિષ્‍ણાંત વેરાવળના ડો ડી કે બારડ, તેમજ કાન, નાક અને ગળાના નિષ્‍ણાત ડો વિશાલ સોલંકી તેમજ સર્જન ડો અતુલ ડોડીયા તેમજ બાળરોગ નિષ્‍ણાત ડો અજય ઝાલા, તેમજ ચામડી (સ્‍કીન)ના નિષ્‍ણાંત ડો રવિ શામળા તેમજ હાડકાના નિષ્‍ણાત (ઓર્થોપેડિક) ડા.ે પ્રવીણ વૈશ તેમજસ્ત્રી રોગ નિષ્‍ણાંત (ગાયનેક) ડો રવિ ઝાલા તેમજ આઇ.વી.એફ. સ્‍પેસિયાલિસ્‍ટ ડો. જિજ્ઞાબેન બારડ તેમજ આંખોના નિષ્‍ણાંત ડો અર્જુન ઝાલા તેમજ દાંતના રોગોના નિષ્‍ણાત (ડેન્‍ટિસ્‍ટ) ડો સ્‍નેહલબેન ડોડીયા તેમજ ફિટલ મેડિસિન સ્‍પેસિયાલિસ્‍ટ ડો એકતાબેન વૈશ ઉપરાંત ગિરસોમનાથ જિલ્લા ડોક્‍ટર સેલના કન્‍વીનર ડો નારણભાઇ રાઠોડ અને સહ કન્‍વીનર ડો યોગેશ ધોળકિયા તેમજ અન્‍ય ડોક્‍ટરોની ટિમ કેમ્‍પમાં પોતાની સેવા આપસે.

આ સર્વરોગ નિદાન કેમ્‍પ વિના મૂલ્‍યે હોય કોઈ પણ દર્દીએ કોઈ ફી ભરવાની રહેતી નથી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર, બ્‍લડ/સુગર અને ઇસીજી રિપોર્ટ તેમજ જરૂરી દવાઓ ફ્રી આપવામાં આવશે. આ કેમ્‍પ માં દર્દીઓએ પોતાના જૂના રિપોર્ટ અને સારવાર અંગેની ફાઇલ અચૂક સાથે લાવવાની રહેશે.

 આ સર્વરોગ નિદાન કેમ્‍પ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડાના વતની જશાભાઈ બારડની રાહબરી હેઠળ તેમજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીની ટિમ તેમજ ભારતીય જનતા પાર્ટીના બક્ષિપંચ મોરચાના પ્રદેશ મંત્રી દિલીપભાઈ બારડના સહયોગથી યોજવામાં આવનાર છે. ડો ભરતભાઈ બારડના સ્‍મનાર્થે અવાર નવાર નેત્ર યજ્ઞ કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પ જેવી સેવાકીય પ્રવુર્તિઓ અવાર નવાર કરે છે.

 તા ૨૫/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ યોજાનાર આ સર્વરોગ નિદાન કેમ્‍પ જેમાં તમામ પ્રકારના રોગોનું નિદાન તેમજ સારવાર સુપર સ્‍પેસિયાલિસ્‍ટ ડોક્‍ટરોની ટિમ જ્‍યારે ઘર આંગણે કરવામાં આવે ત્‍યારે તેનો લાભ સુત્રાપાડા શહેર તેમજ તાલુકા ના ગામ લોકો આ કેમ્‍પનો લાભ લ્‍યે તેવું ભાજપ બક્ષિપંચ મોરચા પ્રદેશ મંત્રી દિલીપભાઇ બારડ તેમજ સુત્રાપાડા શહેર ભાજપ દ્વારા જણાવવામાં આવેલ છે.

(11:40 am IST)