Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

માંગરોળથી પરસોત્તમભાઇ રૂપાલાની અધ્‍યક્ષતામાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ

મત્‍સ્‍યદ્યોગની કલ્‍યાણકારી યોજનાઓના લાભોનું માછીમારોને હાથોહાથ વિતરણ કરાશે

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૨ : ભારત સરકારના મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલાની અધ્‍યક્ષતામાં માંગરોળ ખાતે આજે સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨નો કાર્યક્રમ યોજાયો છે.

આ પ્રસંગે કેન્‍દ્ર સરકારના રાજ્‍યકક્ષાના મત્‍સ્‍યપાલન પશુપાલન અને ડેરી મંત્રી સંજીવકુમાર બાલિયાન અને ડો. એલ.મુરૂગન ઉપરાંત ગુજરાત સરકારના રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરી, અરવિંદભાઇ રૈયાણી, દેવાભાઇ માલમ ઉપસ્‍થિત રહ્યા હતા.

માંગરોળના રામલીલા મેદાન ખાતે કેન્‍દ્ર - રાજ્‍ય સરકારની મત્‍સ્‍યદ્યોગ સંબંધીત વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનું માછીમારોને હાથોહાથ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ રમેશભાઇ ધડુક, કેન્‍દ્ર સરકારના મત્‍સ્‍યપાલન સચિવ જે.એન.સ્‍વેન સહિતના પદાધિકારીઓ - મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:36 am IST)