Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઉનાની સીમમાં મછુન્‍દ્રી નદીના પ્રવાહમાં ર૦ ફુટ લાંબી મગર તણાય આવી

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૨: સીમમાં બેઠા પુલમાં મછુન્‍દ્રી નદીના પાણી પ્રવાહમાં એક વિશાળકાય મગર તણાય આવતા લોકોમાં ભયનો માહોલ થયેલ અને લોકો ભેગા થઇ જતા થોડા સમય બાદ મગર ઉંડા પાણીમાં ચાલી ગઇ હતી.

ઉના સીમમાં પસાર થતી મછુન્‍દ્રી નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ છે. ભારે વરસાદથી મછુન્‍દ્રી ડેમ ઓવરફલો ચાલુ છે. ડેમમાં પાણી સાથે મગર પણ તણાઇ આવી હતી. ઉના શહેરમાં અંજાર જતા રોડ ઉપર બેઠો પુલ કમ ચેકડેમની સાઇડમાં કિનારે એક મહાકાય મગર અંદાજીત આઠ ફુટ લાંબી આવી ચડી હોય. લોકોની નજરે પડતા લોકો ભેગા થઇ ગયેલ અને અવાજ આવતા ફરી પાછી ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.

ઉના પંથકમાં સિંહ, દિપડા, અજગર, હરણ વિગેરે શહેરી વિસ્‍તારમાં છાશવારે જોવા મળે છે. એમાં મગર જોવા મળતા લોકોનો ભયનો માહોલ જોવા મળી રહયો છે. લોકોએ ચેક ડેમના પાળા ઉપરથી પસાર થતા ધ્‍યાન રાખવુ. ડેમમાં  નદીમાં નાહવા પડવુ નહી તેમ વન વિભાગે ચેતવેલ છે. 

(11:34 am IST)