Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરમાં કોરોનાના ૨ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨ :  ભાવનગરમાં શહેરમાં એક અને સણોસરા ગામે એક મળીને  કુલ ૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા . આથી ભાવનગર શહેરમાં ૯ અને ગ્રામ્‍ય કક્ષાએ ૩ મળીને કુલ ૧૨ દર્દીઓ હાલ કોરોનાની સારવારમાંછે.  ભાવનગર શહેરમાં દેરી રોડ પર ૧ કેસ નોંધાયો હતો . ભાવનગર શહેરમાં  દેરી રોડ વિસ્‍તારમાં ૨૪ વર્ષીય યુવતીને કોરોનાના લક્ષણો જણાતા તેમનો ટેસ્‍ટ કરાયો હતો અને તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા . આથી ભાવનગર શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્‍યા ૯ થઇ ગઈ છે .  ભાવનગર ગ્રામ્‍ય કક્ષાએ  સિહોર તાલુકાના સણોસરા ગામે ૩૨ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્‍યાં હતા . ગ્રામ્‍ય કક્ષાએ હાલ ૩ દર્દી સારવારમાં છે જેમાં ૨ દર્દી હોસ્‍પિટલમાં અને એક દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

(11:41 am IST)