Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોટી પાનેલીમાં લોકોએ દૂધ માટે ફાંફા માર્યા

૨૦૦૦ લીટર દૂધનું વેંચાણ ના કરતા કર્યો સદઉપયોગઃગરીબ બાળકોને વહેંચી સમૂહમાં દૂધપાકનો પ્રસાદ આરોગ્‍યો

મોટી પાનેલી, તા.૨૨: મોટી પાનેલીના માલધારી સમાજ જેમાં રબારી, ભરવાડ, ચારણ, આહીર સમાજના માલધારીઓએ આજે ગુરુદેવના આદેશ મુજબ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધ માં દૂધ વેંચાણ સદંતર પણે બંધ રાખી સજ્જડ દૂધ હડતાલ પાડી અંદાજે બે હજાર જેટલું દૂધનો સદઉપીયોગ કરતા સવારનું દૂધ ગામની આંગણવાડીના બાળકોને, સરકારી દવાખાનામાં દર્દીઓને, બાલમંદિરના બાળકોને, ગરીબ ઘરના બાળકોને તેમજ મજુર પરિવારના બાળકોને દૂધ વહેંચી બાળકોને રાજી કર્યા હતા. માલધારી સમાજની સજ્જડ દૂધ હડતાલથી લોકો હેરાન પરેશાન બની દૂધ માટે ફાંફા મારતા જોવા મળેલ. સાંજે તમામ માલધારી સમાજના પંદરસો જેટલાં  ભાઈઓ બહેનો બાળકોએ સમૂહ ભોજન લઇ દૂધનો સદઉપયોગ કરી સરકાર શ્રી એ જે ઢોરનિયંત્રણ કાયદો પાછો ખેંચ્‍યો તે બદલ સરકારનો આભાર વ્‍યક્‍ત કરી સાથેજ અન્‍ય માંગણીઓ જલ્‍દી પૂર્ણ કરવા માંગ કરેલ અને બરડા નેશ વિસ્‍તારના માલધારીઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરી જે યુવાનોને અન્‍યાય થયેલ છે તેમને તુરંત ન્‍યાય મળે તેવી બુલંદ માંગ પણ કરેલ.

 

(11:22 am IST)