Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વડિયામાં અપહરણ બાબતે વિશ્વ હિન્‍દૂ પરિષદ અને હિન્‍દૂ ધર્મ સેના મેદાનમાં

દસ દિવસમાં દીકરીને પરત સોંપવામાં આવે નહી તો ઉગ્ર આંદોલનની ચીમકીઃ મુસ્‍લિમ સમાજના આગેવાનો દ્વારા પણ સૂર પુરાવ્‍યો

વડિયા, તા.૨૨: વડિયા શહેરમાં તા.૧૬મી સપ્‍ટેમ્‍બરના રોજ ખેતી સાથે જોડાયેલ સામાન્‍ય પરિવાર ની દીકરીને મુસ્‍લિમ યુવક અને તેનો પરિવાર ધાકધમકી આપીને લઈ ગયાની લેખિત અરજી પોલીસને આપવામાં આવી હતી. ત્‍યારે ચાર દિવસમાં વાતનો અંતના આવતા વિશ્વ હિન્‍દૂ પરિષદ,હિન્‍દૂ ધર્મસેના અને હિન્‍દૂ ધર્મના સ્‍થાનિક સામાજિક, રાજકીય અગ્રણીઓ દ્વારા રાજ્‍યપાલશ્રીને ઉદેશીને  વડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યુ હતુ. આવેદનપત્ર માં જણાવ્‍યા અનુસાર વડિયામાં વસવાટ કરતા હિન્‍દૂ પરિવારની દીકરીને વડિયાના જ મુસ્‍લિમ પરિવારના સાહીલ હબીબ ડોડીયા તેના પિતા અને અન્‍ય શખ્‍સો દ્વારા ધાક ધમકી આપી ડરાવી ધમકાવીને બપોરના સમયે દીકરીના ઘરેથી અપહરણ કરી લઈ ગયા હોય તે દીકરી પર અત્‍યાચાર થાય તે પેહલા વહેલામાં વહેલી તકે પરત સોંપવા આવે અને આવી હીન કળત્‍ય કરનાર એ વિધર્મી યુવાન અને તેની સાથે સંકળાયેલ લોકો પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ તકે હિન્‍દૂ ધર્મ સેના અને વિશ્વ હિન્‍દૂ પરિષદના પ્રવક્‍તા દ્વારા દિવસ દસમાં હિન્‍દૂ દીકરી ને પરત કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે.
સવારે ૧૦:૪૫કલાકે વડિયાના મુખ્‍ય બજારમાં આવેલા શિવાજી ચોકથી મામલતદાર ઓફિસ સુધી રેલી સ્‍વરૂપે જય શ્રી રામના નારા સાથે આ આવેદનપત્ર અપાયું હતુ જેમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્‍દૂ ધર્મસેનાના જિલ્લા આગેવાન સંદીપ માંગરોળીયા,તાલુકા પ્રમુખ સંજય લાખાણી, તુષાર વેગડ,વિશ્વ હિન્‍દૂ પરિષદના મહિલા પ્રમુખ તળપ્તિબેન,મનીષ ઢોલરીયા, ભરત વઘાસીયા સાથે રાજકીય આગેવાનો વિપુલ રાંક, ધર્મેન્‍દ્ર પાનસુરીયા,સત્‍યમ મકાણી, તુષાર ગણાત્રા સહીત મોટી સંખ્‍યા માં સામાજિક આગેવાનો અને હિન્‍દૂ ધર્મના લોકો સાથે સ્‍થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી. હવે જો કે આ બાબતે મુસ્‍લિમ સમાજ ના અગ્રણીઓનો સંપર્ક કરતા તેને આ ઘટનામાં મુસ્‍લિમ સમાજને કોઈ લેવાદેવા ના હોવાનું અને એ યુવાન પર કાર્યવાહી કરવા અને યુવતીને તેના પરિવારને પરત સોંપવાની બાબત માં સુર પુરાવ્‍યો હતો. સાથે પોલીસ દ્વારા પણ ગામની સુલેહ શાંતિ બાબતમાં કોઈ પ્રશ્‍ન ઉપસ્‍થિત થતો નથી અને આ કેસમાં તપાસ કરતા અગાવ પણ તે બંને એ લગ્ન કર્યાનું જાણવા મળ્‍યું છે ત્‍યારે લવ જેહાદ નો મામલો બનતો ના હોવાનુ પણ જણાવ્‍યું હતુ.

 

(11:21 am IST)