Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

૩દિ'માં ૧૮ ઢોર સાથે જામનગરમાં એક વર્ષમાં ૧૮૨૬ ઢોરને પકડી લેવાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા  મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્‍ટના સંયુકત ૪-ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં ૧૮ ઢોરોને  તેમજ ચાલુ વર્ષે કુલ-૧૮૨૬ᅠ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ-૭૪પ ઢોરોને અમદાવાદ સ્‍થિતᅠ ગોપાલ કૃષ્‍ણ જન કલ્‍યાણ સેવા ટ્રસ્‍ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.ᅠ
આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીનાᅠ ઢોરો જાહેર રોડ રસ્‍તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. જો કોઈ ઢોર માલિક સ્‍વૈચ્‍છાએ પોતાની માલિકીના ઢોરોને જામનગર મહાનગરપાલિકા હસ્‍તકના ઢોર ડબા ખાતે મુકવા માંગતા હશે તો તેઓને વિના મુલ્‍યે આ સેવા ઉપલબ્‍ધ કરવામાં આવશે.ᅠ
વધુમાં જામનગર મહાનગરપાલિકા વિસ્‍તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણᅠ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આથી જે પણ કોઈ વ્‍યકિત જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા અથવા તો ઘાસચારો નાંખતા માલુમ પડશે તો તેઓની સામે જાહેરમાં ત્રાસદાયી કૃત્‍ય કરવાની શિક્ષાાને પાત્ર થશે.

 

(11:15 am IST)