Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પોરબંદર ખારવા સમાજ દ્વારા બેડમીન્‍ટન સ્‍પર્ધા

પોરબંદર :  સમસ્‍ત ખારવા જ્ઞાતિ દ્વારા સરદાર પટેલ ઓપન ગુજરાત ખારવા સમાજ બેડમીન્‍ટન એન્‍ડ ટેબલટેનીશ ટુર્નામેન્‍ટ ૨૦૨૨નુ આયોજન કરવામા આવેલ. આ ટુર્નામેન્‍ટમાં પોરબંદર સહીત વેરાવળ, જામનગર, દિવ, મીઠાપુર તથા  સમગ્ર ગુજરાત ખારવા સમાજમાંથી ૮૦ જેટલા ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી, સર્ટીફીકેટ, તથા રોકડ પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહીત કરવામા આવેલ. અને ટુર્નામેન્‍ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા. ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ તથા પોરબંદર ખારવા સમાજના અધ્‍યક્ષ રણછોડભાઇ શિયાળ, તથા પંચ પટેલ/ટ્રસ્‍ટીઓના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજની યુવા સ્‍પોર્ટસ ટીમે આ કાર્યભાર સંભાળી સતત બીજા વર્ષે વ્‍યવસ્‍થિત રીતે આ ટુર્નામેન્‍ટ સંપન્ન કરેલ હતી. મુખ્‍ય મહેમાન તથા ખારવા સમાજના ઉદારમત્ત દાતાશ્રીઓના હસ્‍તે વિજેતા ખેલાડીઓને પુરસ્‍કાર આપી સન્‍માનીત કરવામાં આવેલ હતા. વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી તે તસ્‍વીર

 

(11:15 am IST)