Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પોરબંદરઃ ભરત નાટ્‍યમના કલાકારોનુ કલામહાકુંભમાં ઉત્‍કૃષ્‍ઠ દેખાવ

પોરબંદરઃ ૨૫ વર્ષથી સંગીત કલા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિમાં કાર્યરત સંસ્‍થા ‘‘સુરભી કલાવૃંદ''ની કલાગુરૂ સુરભી રાણીંગાની શિષ્‍યા તાજેતરમાં યોજાયેલ જીલ્લા કક્ષાના‘‘કલા મહાકુંભ'' મહોત્‍સવમાં (ભરતનાટયમ) કેટેગરી ‘‘અ'' માં ભાગ લઇને  ધ્રૃતિ વત્‍સલભાઇ દવે તથા કેટેગરી ‘‘બ'' માં ભાગ લેનાર અદિતિ વિનોદભાઇ કોટક એ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. સુરભી કલાવૃંદના પ્રમુખ ક્રિષ્‍નાબેન રાણીંગા, માધુરી લોઢિયા, સુરભી રાણીંગા, વિપિનભાઇ કક્કડ, જીતુભાઇ રાણીંગા તથા સર્વે સભ્‍યોએ અદિતિ કોટક તથા ધૃતિ દવેને અભિનંદન અને શુભકામના પાઠવી હતી તે તસવીરો.

 

(10:40 am IST)