Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જામનગરમાં દારૂનો ફરારી આરોપી ઝબ્‍બે

જામનગર,તા. ૨૨ : મેધપર પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૭૫/૨૦૨૨ પ્રોહી -કલમ-૬૫-(એ), ૬૫ (ઇ), ૧૧૬-બી, ૮૧,૮૩, ૯૮ (૨)ના ગુનામાં લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાંથી બોટ નંગ-૧૧,૬૭૬ કિં. રૂા. ૫૮,૩૮,૦૦૦ની પકડી પાડવામાં આવેલ હતી. જે ગુનાના ફરાર આરોપી લક્ષ્મણભાઇ ઉર્ફે લખન ઉર્ફે લાખો નારણભાઇ સિંધવ ધંધો ડ્રાઇવીંગ રહે.તા.જી. જામનગર વાળાને એલ.સી.બી. સ્‍ટાફના વનરાજભાઇ મકવાણા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા તથા કિશોરભાઇ પરમારને મળેલ બાતમી હકિકત આધારે જામનગર સાત રસ્‍તા સર્કલ પાસેથી પકડી પાડી પો.સબ.ઇન્‍સ. આર.બી.ગોજીયાએ કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્‍સ. કે.જે.ભોયેનાોએ તથા પો.સબ ઇન્‍સ. આર.બી.ગોજીયા તથા સી.એમ.કાટેલીયા તથા એ.બી.ગંધા તથા કે.અચ.ભોચીયા, તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, માડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલવાડીયા, હરદિપભા ધાધલ, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા, હીરેનભાઇ વરણવા, રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્‍દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર ડ્રાયવર-ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

 

(10:36 am IST)