Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સરહદ ડેરી દ્વારા સૂકા મલક કચ્‍છમાં શ્વેતક્રાંતિ : દરરોજ સરેરાશ ૪.૧૯ લાખ લીટર દૂધનું એકત્રીકરણ : વાર્ષિક ૮૭૦ કરોડનું ટર્નઓવર

ચેરમેન વલ્‍મજીભાઈ હુંબલનું ૧૧૦૦ કરોડના ટર્નઓવર સાથે ચાલુ વર્ષે દરરોજ ૭ લાખ લીટર દૂધ એકત્ર કરવાનું લક્ષ્યાંક : નવા પ્રકલ્‍પોનું આયોજન : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના જન્‍મદિને અનેકવિધ સેવાકીય સંકલ્‍પો

ᅠ(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : શ્રી કચ્‍છ જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી. ‘સરહદ ડેરી'ની અંજાર મધ્‍યે મળેલ ૧૩ મી વાર્ષિક સાધારણ સભામાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમ્‍યાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો, મહિલા દૂધ મંડળીઓ, પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા સાથે આકસ્‍મિક વીમા યોજના તળેᅠ પશુપાલકોને વીમાની રકમની ચુકવણી કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨અંતર્ગત સરહદ ડેરી દ્વારા કરવામાં આવેલ કામગીરીની હાઇલાઇટ રૂપરેખા રજૂ કરી સાથે, દૂધ સંઘના ભવિષ્‍યના આયોજનો ની વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં ૫૦૦૦૦ લી દૈનિક ક્ષમતાનો આઈસક્રીમ પ્‍લાન્‍ટ, મઘ પ્રોજેક્‍ટ, ઓર્ગેનિક પેદાશો તથા ફળ ફ્રૂટ પ્રોજેક્‍ટ, મીઠા પ્રોજેક્‍ટ વગેરે સાથે જરૂરી ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ઊભું કરવું જેમાં જમીન ખરીદી, બાંધકામ, વગેરે કામો માટે દૂધ સંઘના પેટા નિયમોમાં સુધારો વગેરે મંજૂર કરવામાં આવ્‍યા. સાથે સાથે દૂધ સંઘ દ્વારા દેશના યશસ્‍વી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિને નિમિતે સેવા પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે અનેકવિધ સેવાકીય કામગીરીનું આયોજન કરાયું છે. ગત વર્ષ દરમિયાન ઊંચામાં ઊંચું દૂધ ૫.૨૭ લાખ લિટર પ્રતિ દિન માં પ્રતિ દિન એવરેજ ૪.૧૯ લાખ લિટર સંપાદન સાથે ૮૭૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર થયું છે. સરહદ ડેરી દ્વારા દીકરીના ભવિષ્‍યને ઉજ્જવળ બનાવવાના ભાગરૂપે પોસ્‍ટ ડીપાર્ટમેન્‍ટ દ્વારા સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ડેરી દ્વારા વાર્ષીક સાધારણ સભામાં ૭૨ દીકરીઓને સુકન્‍યા સમૃધ્‍ધિનું ખાતું ખોલાવી આપી અને પ્રથમ હપ્તા પેટે ૨૫૦ લેખે કુલ ૧૮૦૦૦ રકમ સરહદ ડેરી દ્વારા ભરવામાં આવે છે જેમાં કુલ ૭૨૦૦ દીકરીઓને ખાતું ખોલાવી અને પ્રથમ હપ્તાની કુલ ૧૮ લાખ રૂપિયા રકમ દૂધ સંઘ દ્વારા ભરવામાં આવશે.

 આયુષ્‍માન ભારત યોજના તળે દરેક ભારતીયને મેડિકલ સેવા ઉપલબ્‍ધ કરાવવાની નેમ છે જેમાં સરહદ ડેરી દ્વારા તમામ પશુપાલકોને આયુષ્‍માન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવશે જે અંતર્ગત આજ રોજ ૭૨ કાર્ડ કાઢવામાં આવ્‍યા છે. જયારે પૂરા પખવાડિયા દરમિયાન આ કામગીરી ચાલુ રહેશે અને ૭૨૦૦ કાર્ડ કાઢવાનું લક્ષ્યાંક છે.

અંગદાન મહાદાન અન્‍વયે ૭૨૦૦ વ્‍યક્‍તિઓને અંગદાન માટે પ્રેરિત કરી અને રેજિસ્‍ટ્રેશન કરવી જે અન્‍વયે ૭૨ નું રજીસ્‍ટ્રેશન અને પ્રમાણપત્ર એનાયત

સાધારણ સભાની શરૂઆતમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે વર્ષ દરમિયાન દૂધ સંઘ દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી આપી હતી જેમાં મુખ્‍યત્‍વે દૂધ સંઘે ગત વર્ષ દરમિયાન ઊચું દૂધ કલેક્‍શન ૫.૫૦ લાખ લિટર સાથે સરેરાશ દૈનિક ૪.૧૯ લાખ લીટર દૂધ કલેક્‍શન સાથે ૮૮૦ કરોડ રૂપિયાની ટર્ન ઓવર કરેલ છે. તેમજ ચાલુ વર્ષે ૭ લાખ લિટર દૂધ કલેક્‍શનના વિક્રમ સાથે ૧૧૦૦ કરોડના ટર્ન ઓવરનું લક્ષ્યાંક રાખવાની જાહેરાત કરી હતી. દૂધના ખરીદ ભાવોમાં રૂપિયા ૧૦ નો વધારો અને અને ૭૫૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવા, જેનાથી પશુપાલકોને માસિક એક કરોડનું વધારાનો ફાયદો થશે.

જામનગર દૂધ સંઘના ચેરમેન વતીથી તેમાં દૂધ સંપાદન અધિકારીશ્રી ભાવેશભાઇએ જણાવ્‍યું હતું કે જેવી રીતે દૂધની ક્રાંતિ કચ્‍છમાં વલમજીભાઈ હુંબલે કરી છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ કરે અને રાજકોટમાં નવી ડેરી માટે જમીન ફાળવી તે બદલ આભાર માન્‍યો હતો અને સરહદ ડેરી સતત પ્રગતિ કરે તેવી શુભેચ્‍છા આપી હતી.

આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ, દિલીપભાઈ દેશમુખ કાંતિલાલ લખમણભાઈ ગઢીયા - ચેરમેન જામનગર દૂધ સંઘ સહિત ગણમાન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:12 am IST)