Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જામકંડોરણામાં દુધની ડેરીઓ અને ચાની દુકાનો તથા ચા પાર્લરોએ બંધ પાળ્‍યો

માલધારી સમાજે હવન કરી તેમની માંગણીઓ અંગે મામલતદારને આવેદન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૨ : માલધારી સમાજ દ્વારા ગઇ કાલે દુધ બંધના એલાનને પગલે જામકંડોરણામાં પ્રાઇવેટ ડેરીઓ તેમજ ચાની હોટેલો અને ચાના સ્‍ટોલ બંધ રહ્યા હતા. બાકીના ધંધા રોગજગાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

માલધારી સમાજ દ્વારા ગઇ કાલે ઇન્‍દીરાનગર પાણીના ટાંકા પાસેના વિસ્‍તારમાં માલધારીઓએ હવન કરી હવનમાં દૂધ હોમી કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને બાદમાં માલધારી સમાજના લોકોએ મામલતદાર કચેરીએ જઇ તેમની વિવિધ ૧૧ માંગણીઓ અંગે જામકંડોરણા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્‍યુ હતુ આ કાર્યક્રમોમાં મોટી સંખ્‍યામાં માલધારી સમાજના લોકો જોડાયા હતા.

(10:10 am IST)