Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરમાં ગોડાઉનમાંથી ૪૫ હજારના સામાનની ચોરી

ભાવનગર,તા. ૨૨ :  ક્રેસન્‍ટ સર્કલ પાસે આવેલ ગાડીઓના ગોડાઉનમાંથી તસ્‍કરો માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

શહેરના શિશુવિહાર સર્કલ પાસે આવેલ ગાંધી નિવાસ વાળા ખાચામાં રહેતા અને ક્રેસન્‍ટ સર્કલ પાસે યામાહા કંપનીની ગાડીઓની સર્વિસ અને રીપેરીંગનો વર્કશોપ ચલાવતા અસ્‍લમભાઈ હારુનભાઈ મીરાણીએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમના વર્કશોપની સામે આવેલ તેમના ગોડાઉનમાંથી કોઈ અજાણ્‍યા તસ્‍કરો ગાડીઓની બેટરી, સાઇલેન્‍સર, કંટ્રોલર, ઈલેક્‍ટ્રીક મોટર તથા વેસ્‍ટ સામાન મળી રૂ.૪૫,૨૦૦ ની કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે અજાણ્‍યા તસ્‍કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:09 am IST)