Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભુજનું સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ કાલથી લોકો માટે ખુલ્લું મુકાશે

ભુજીયા ડુંગરે સ્મૃતિવન સાથે સાયન્સ સેન્ટરનરેન્દ્રભાઈએ કર્યું હતું લોકાર્પણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨૨

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ભુજ કચ્છ ખાતે સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવેલ છે. સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેકટને તા.૨૩/૦૯/૨૦૨૨ થી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. સોમવાર સિવાય દરરોજ મુલાકાતીઓ સ્મૃતિવનની મુલાકાત લઇ શકશે. વોકર્સ/જોગર્સ માટે સવારે ૦૫:૦૦ કલાકથી ૦૯:૦૦ કલાક સુધી નિ:શુલ્ક પ્રવેશ રહેશે. 

    અન્ય મુલાકાતીઓ માટે નિયમોનુસાર નકકી થયેલ પાર્કીંગ અને પ્રવેશ શુલ્ક ચુકવવાના રહેશે. મુલાકાતીઓ માટે ઉનાળાની ઋતુમાં ૧૬ માર્ચથી ૧૫ સપ્‍ટેમ્બર સુધી સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૦૨:૦૦ કલાક સુધી તેમજ સાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી અને શિયાળાની ઋતુમાં ૧૬ સપ્‍ટેમ્બરથી ૧૫ માર્ચ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશે એમ જીલ્લા વહિવટીતંત્રની અખબારી યાદીમાં જણાવ્યું છે.

(9:46 am IST)