Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પાકિસ્તાનના બોંબ દ્વારકા નગરીને ઉડાડી દેવા ફેંકાયેલ પણ 'કૃષ્ણલીલા'થી બચી ગયેલાઃ દ્વારકાના નગરજનોએ હર્ષોલ્લાસથી વિજય દિ' મનાવ્યો

વો ભુલી દાસ્તા, લો ફિર યાદ આ ગઇ... ૫૩ વર્ષ અગાઉનો બોંબમારો અને ચમત્કારીક બચાવ

દ્વારકા તા.૨૨: સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ દેવ મંદિર ભગવાન શ્રી દ્વારકાધીશજીની નગરી પર ભારતના મુખ્ય દુશ્મન દેશ એવા પાકિસ્તાન દ્વારા સમુદ્ર માર્ગે દ્વારકાના સીમાંડામાં ઘુસી આવીને સખ્ત બોંબમારા સાથે દ્વારકા વાસીઓને ધ્રુજાવી દેનાર પાકિસ્તાનની આ કાવત્રાને કદુરતે નાકામ બનાવી દીધી હતી જેના ભાગરૂપે ભાદરવા સુદ બારસના દિને આજે વામન દ્રાદ્રશ જયંતિના વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

દ્વારકાધીશ મંદિર પરિસરમાં .. જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઇ પુરોહીત, પદાધિકારી પરેશભાઇ ઠાકર, વત્સલભાઇ પુરોહીત તથા દ્વારકાવાસીઓએ વિજય દિન તરીકે દ્વારકાધીશજીની ધ્વજાજી પુજન કર્યુ હતું શાસ્ત્રોકત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે પણ બનેલી ઘટનાના સ્મરણો લોકોએ યાદ કર્યા હતા

૫૩ વર્ષ પુર્વે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા ભિષણ યુદ્ધમાં પાક.સૈન્યએ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકાનગરીને બોંમ્બ મારાથી ઉડાવી દેવા કાળી રાતના પાક સૈનિકોની ફોજ દ્વારકાના સમુદ્દમાં બોંબમારાના શસ્ત્ર સરંજામ સાથે આવી પહોંચી હતી અને દ્વારકા નગરીને ઉડાવી દેવા નિશાન તાકીને રાખેલ.

પાક સૈનિકોની ગણતરીના સમય પ્રમાણે સમુદ્રમાં ભરતી અને ઓટના કારણે પાણીનું અંતર વધીને ચડી ગયું હતુ જેથી પાક સૈન્યે કરેલ બોંબમારો દ્વારકાધીશની ધ્વજાજીના બદલે માઇલો દૂર બોંબ દ્વારકાની સીમ બહાર આવેલ ખેતરોમાં પડયા હતા અને દ્વારકાધીશ મંદિર તથા નગરીની એક કાંકરી પણ ખડી ન હતી.

આ ઘટનાથી સફાળા જાગી ગયેલા દરેક લોકોનાં મનમાં ફકત એક શબ્દ હતો દ્વારકાનાથ-દ્વારકાનાથ અને આ મંત્ર થકી દ્વારકાને આંચ આવી ન હતી. બરાબર તે દિવસથી પ્રત્યેક દિવસનાં પ્રારંભે દ્વારકાવાસીઓ નગરની ઉત્તમ સુવિધા અને સાધન સંપતિ અને સુખાકારી ભોગવી રહયા છે.(૧.૨)

પાકિસ્તાને સમજયા-જાણ્યા વગર સંદેશ ફેલાવ્યા

દ્વારકા નગરી જલ રહી હૈઃ એને કયાં ખબર હતી કે આતો ભગવાન કૃષ્ણની જન્મ ભુમિ છેે

દ્વારકા તા.૨૨: દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા નગરીને નિશાન બનાવ્યા બાદ પાક સૈન્ય દ્વારા બોંબમારાની શરૂઆત થતાં જ કંઇ જાણ્યા વગર ખુશખુશાલ થઇ ગયા હતા, અને આવેશમાં આવીને પાકિસ્તાન સરકારને દ્વારકા નગરી જલ રહી હૈનો સંદેશ પણ આપી દીધો હતો અને તે જ ઘડીએ પાક. સરકારે સમગ્ર વિશ્વને રેડીયોના માધ્યમથી સમાચાર આપ્યા હતા કે ઈન્ડિયાકા (દ્વારકા નગરી કો પાક સૈન્યને બોંમ્બાઇટીંગ કરકે જલા દીયા હૈ) પણ પાક. દુશ્મન દેશને કયાં ખબર હતી કે આ ભગવાન કૃષ્ણની નગરી છે.(૧.૨)

(12:28 pm IST)
  • અમદાવાદ:સારંગપુર દોલતખાના પાસે એક મકાનની દિવાલ પર વિજળી પડી:વિજળી પડતાં ચાર ગાયોના મોત;અરેરાટી access_time 11:20 pm IST

  • મહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શોધખોળ ચાલુ. access_time 10:17 pm IST

  • રાત્રે 9-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદનું ઝાપટું ;ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ ભીના ;કેટલાક સ્થળોએ પાણીની નદીઓ વહી :રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:11 pm IST