Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ગોંડલમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ૧૫મો સરસ્વતી સન્માન

 ગોંડલ : સરસ્વતી સન્માન સમારોહ-૨૦૧૮નું આયોજન કરવામાં આવેલ જેમાં સમારોહનાં અધ્યક્ષ સ્થાને સીતારામ બાપુ હાજર રહયા સાથે-સાથે વિવાહ પરિવારનાં ભરતભાઇ રાઠોડ શ્યામવાડીના પ્રમુખ અશોકભાઇ રાઠોડ, અરવિંદભાઇ ટાંક, બકુલભાઇ જેઠવા તથા કારોબારી સભ્યો હાજર રહેલ જેમાં ધો. ૧થી કોલેજ કક્ષા સુધીમાં વિદ્યાર્થીઓને પ્રતિક ઘડિયાલ તેમજ શૈ.કિટ જેવી વસ્તુઓ તથા પ્રથમ, દ્વિતીય, તૃતિય વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવેલ કુલ ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ આ સન્માન સમારોહમાં ઇનામ પ્રાપ્ત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ કમિટીનાં ચેરમેન મોૈલીકભાઇ ચાવડા, મહેશભાઇ ચોટલીયા, નિરંજભાઇ, મહેન્દ્રભાઇ ચાવડાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃ સી.આર. જયસ્વાલ, ગોંડલ) (૧.૧)

(12:18 pm IST)