Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઉપલેટા તથા પાનેલીમાં જરૂરીયાતમંદ ભુખ્યાને ભોજન કરાવતું શ્રી માનવ સેવા અન્નક્ષેત્ર

ઉપલેટા તા. ૬ :.. શહેરમાં ર૦ વર્ષથી દર્દીઓ તેમજ તેમના સગાઓ નિરાધાર વૃધ્ધો, ગરીબ પ્રસુતા બહેનો રખડતા પાગલો વિધવા બહેનોને અન્નક્ષેત્ર દ્વારા બન્ને ટાઇમ ટીફીન સેવા ગરીબ બાળકોને દરરોજ વિનામુલ્યે ટયુશન કલાસ બિનવારસી લાશના અંતિમ સંસ્કાર અકસ્માત વખતે ઇમરજન્સી સેવા જેવા અનેકવિધ સેવાકાર્યો જેનું કોઇ નહી તેનું માનવ સેવા ટ્રસ્ટ નામે જાણીતી સંસ્થા શહેર તાલુકા તેમજ કુતીયાણા, જામજોધપુર સહિતના વિસ્તારમાં સેવા અવિતરપણે ચાલુ છે અને સંસ્થાની એક અલગ ભાગીતળ ઓળખ છે એવી શહેરની માનવતાવાદી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અઢારેય વરણની સેવામાં ખડેપગે ઉભી રહે છે.

સંસ્થા દ્વારા શહેરમાં રહેતા નિરાધારોને ઘર સુખી બન્ને ટાઇમ વિનામુલ્યે ટીફીન સેવા તેમજ પાનેલી ગામમાં નિરાધારોને ટીફીન સેવા તેમજ બિનવારસી લાશના અંતિમ સંસ્કાર આર્થિક પછાત વિસ્તારોમાં વિનામુલ્યે ટયુશન કલાસ સંસ્કાર કેન્દ્ર ચલાવવા ઇમરજન્સીમાં લોહીના ડોનેરની સેવા તેમજ ઉપલેટા વિસ્તારની આજુ બાજુમાં થતાં અકસ્માતો વખતે ઇજા થયેલ વ્યકિતઓને સારવારમાં મદદ કરવી તરછોડાયેલા નવજાત બાળકો તેમજ પાગલો ને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની સેવા ઇમરજન્સી સમયે ગરીબ દર્દીને વિનામુલ્યે વાહન વ્યવસ્થા જેવી અનેક વિધ સેવા કાર્યો એક પણ દિવસ રજા પાડયા વગર આ સંસ્થા કરી રહી છે.

સંસ્થા દ્વારા ટૂંક સમયમાં ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં પણ નિરાધારો માટે ટીફીન સેવા ચાલુ કરવાની છે ઉપલેટા શહેર તેમજ ઉપરોકત વિસ્તારની જનતા માટે આશિર્વાદરૂપી આ સંસ્થાને ઉદાર હાથે સહયોગ સંસ્થાના ચેરમેન અને સમાજ સેવક લાલજીભાઇ રાઠોડ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે વધુ માહિતી માટે તેમના મો. ૮૦૦૦૩ ૮ર૩૮ર ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે. (પ-૯)

(12:17 pm IST)