Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સુત્રાપાડામાં-૧, ગીરગઢડા-વિસાવદર-ગીરસોમનાથમાં અડધો ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે આજે સવારથી બપોરના ર વાગ્યા સુધીમાં ગીરસોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે કોડીનાર-ગીરગઢડામાં અડધો ઇંચ વરસાદ પડયો છે અને વેરાવળ-તાલાલામાં ઝાપટા પડયા છે.

જયારે રાજકોટ જીલ્લાના જેતપુર-લોધીકા-પડધરી અને રાજકોટમાં ઝાપટા વરસ્યા છે. પોરબંદરમાં પ મીમી વરસાદ પડયો છે.

જુનાગઢમાં ૮, કેશોદમાં ૩, મેંદરડામાં ૬ મીમી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ભાવનગર, શિહોર, ઘોઘા, તળાજા અને ઉમરાળામાં ઝાપટા વરસ્યા છે. જામનગરના જોડીયામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.

રાજકોટ જીલ્લાના ધોરાજી, ઉપલેટા, મોટા દડવા, જેતપુર, દેરડી (કુંભાજી)માં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.  આ ઉપરાંત જુનાગઢ, માણાવદર, માંગરોળ, જામનગરના લાલપુર, જોડીયામાં વરસાદી ઝાપટા પડયા છે. આ ઉપરાંત અમરેલીના ચલાલામાં ધીમીધારે વરસાદ પડયા હતો.

જયારે ગીર પંથકના રામપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ર દિવસથી વરસાદી ઝાપટા પડયા હતા. પોરબંદરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.(૮.૧૯)

 

(4:08 pm IST)