Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જાળીયા ગામે તિનપત્તી રમતા ૧૦ પકડાયા

રાજકોટ તા. ૨૧: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી ભરત બી. રાઠોડે દારૂ-જૂગારની પ્રવૃતિ નાબૂદ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા હતાં.  ક્રાઇમ બ્રાંચે જાળીયા ગામેથી ૧૦ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લીધા હતાં. ગાંધીગ્રામ પોલીસે બે દરોડામાં મહિલા સંચાલિત જૂગારધામ તથા વૃધ્ધ સંચાલિત જુગારધામ પકડી ૧૮ને પકડ્યા હતાં.  એ-ડિવીઝન પોલીસે ઘોડીપાસાના પાટલામાંથી ૩ને પકડી લીધા હતાં. જ્યારે ક્રાઇમ બ્રાંચની અન્ય ટીમે દારૂનો જથ્થો પકડ્યો હતો.

જાળીયા ગામમાં ક્રાઇમ  બ્રાંચનો દરોડો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.ટી. ગોહિલ, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, અમીનભાઇ, વિક્રમભાઇ, જીજ્ઞેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુલદીપસિંહ, જયદિપસિંહ, પ્રદ્યુમનસિંહને બાતમી મળતાં જાળીયા ગામે પ્રેમજી રાજાભાઇ ચાવડા (ઉ.૫૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રૂખડ વરીમભાઇ દેવીપૂજક (ઉ.૩૫), સંજય રમેશભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૩૦), ભરત ગાંગજીભાઇ ચાવડા (ઉ.૩૫), કિશોર મોહનભાઇ કેરાળીયા (ઉ.૪૩), આકાશ વજુભાઇ ચાવડા (ઉ.૧૯), હેમત કાનજીભાઇ ચાવડા (ઉ.૩૨), તુલસીશ્યામ મેઘશ્યામ ગોસ્વામી કઉ.૨૪), જેન્તી મંગાભાઇ ચાવડા (ઉ.૪૫) અને અશોક નાનુભાઇ દેવીપૂજક (ઉ.૨૫)ને પકડી લઇ રૂ. ૬૦૫૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

(11:54 am IST)