Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

નરેન્દ્રભાઇની જુનાગઢ મુલાકાત સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક

જુનાગઢ : કાલે રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે, વડાપ્રધાનશ્રીનાં હસ્તે હાથ ધરાયેલ વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. વહીવટીતંત્રનાં વડા ડો. સૈારભ પારઘીના વડપણ તળે કોર કમીટી તદ્ઉપરાંત સમગ્ર કાર્યક્રમનાં સુચારૂ વ્યવસ્થાપન માટે રચાયેલ સમીતીની કામગિરીની સમીક્ષા માટે એ.એસ.એલ.ની ટીમના અધિકારીઓએ પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે બેઠક યોજી હતી. અધિકારીઓ સાથે વિવિધ બાબતો  સુરક્ષાને ધ્યાને લઇ બારીકાઇથી ચર્ચા સમીક્ષા કરી જરૂરી સુચનાઓ જારી કરી હતી. માન. વડાપ્રધાનશ્રીની સુરક્ષાને ધ્યાને લઇને પુર્વ તેયારી તથા આયોજન અંગે એ.એસ.એલ.ની ટીમના અધિકારીઓએ પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જૂનાગઢ હેલીપેડ અને કાર્યક્રમ સ્થળે કામગીરી સાથે સંકળાયેલ જવાબદાર અધિકારી સાથે સ્થળ મુલાકાત લઇ અમલીકરણનો અભ્યાસ કર્યો હતો. બેઠકમાં જિલ્લાનાં વિવિધ વિભાગોનાં વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (૨૧.૧૨)

 

(11:52 am IST)