Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાજકોટ-ધ્રાંગધ્રા એસ. ટી. બસ ફરી શરૂ કરવા રજૂઆત

વિંછીયાનાં સામાજીક કાર્યકર માધવભાઇ દ્વારા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજૂઆત

વિંછીયા તા. રર :.. રાજકોટ જિલ્લાના તાલુકા મથક વિંછીયાને હંમેશા એસ. ટી. તંત્ર દ્વારા અન્યાય કરાતો હોવાની છાપ છે. વર્ષોથી જસદણ એસ. ટી. ડેપો ધમધમે છે પણ વિંછીયા તથા પંથકના લોકોને ઉપયોગી એવા એકપણ બસ રૂટ નવા શરૂ થતા નથી. બીજી બાજુ સારી આવક ધરાવતા રૂટો પણ કલમના એકજ ઝાટકે બંધ કરી દેવાયા છે. આ અંગે વિંછીયાના સામાજિક કાર્યકર માધવભાઇ વૈષ્ણવએ નવા વરાયેલા કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયા મુજબ જસદણ ડેપોની સાંજના ૭.૩૦ વાગ્યાની રાજકોટ-વાંગધ્રા બસ ફરી શરૂ કરવી કારણ કે સાંજના ૬ વાગ્યા પછી વિંછીયા સુધી એક પણ બસ નથી. રાજકોટ દવાખાને દવા લેવા જતા વૃધ્ધો-મહિલાઓ અને બાળકો હેરાન-પરેશાન થાય છે. આજ સમય ગાળા દરમ્યાન રાજકોટથી જસદણ સુધી રાતના ૯ વાગ્યા સુધી અડધો ડઝન બસો મળે છે.

ઉપરાંત જસદણ ડેપોની જસદણ-સુરેન્દ્રનગર બસ લોકલ સવારથી ઘણા સમયથી બંધ કરાઇ છે. જસદણ-વિંછીયા થી આ એકમાત્ર સુરેન્દ્રનગર જતી જે તંત્રએ બંધ કરી દીધી છે. જે પુનઃ શરૂ કરવાની જરૂર છે. તેમજ જસદણ ડેપોની જસદણથી સવારે ૬ વાગે ઉપડતી જસદણ-અમદાવાદ બસ ઘણા લાંબા સમયથી બંધ કરાઇ છે. જે શરૂ કરવાની જરૂર છે. આ સાથે વિંછીયા - ગાંધીનગર લોકલ બસ પણ બંધ કરવામાં આવી છે. તેમજ રાજકોટ-જસદણ રાત્રે ૯ વાગ્યે મેટ્રો બસ શરૂ કરાઇ છે જે તે વિંછીયા સુધી લંબાવવામાં આવે તો પ્રજાજનોને સારી સુવિધા મળી રહે તેમ છે. (પ-૧૯)

 

(11:49 am IST)