Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કચ્છના માંડવીમાં કાર પાર્ક કરવા મામલે ઉશ્કેરાયેલ પાડોશીએ કર્યો પિતા-પુત્ર પર એસિડ હુમલો:ધરપકડ

 

કચ્છ જિલ્લાનાં માંડવીમાં ઘરના પાછળના ભાગે કાર પાર્ક કરવા બાબતે ઉશ્કેરાયેલા પાડોશીએ પિતા પુત્ર પર એસિડ વડે હૂમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલસે ફરિયાદ નોંધી એસિડથી હૂમલો કનારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

   બનાવની મળતી વિગત મુજબ માંડવીમાં આવેલા બગીચામાં કમલેશભાઈ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતાં.પરિવાર સાથે ફરીને પરત પોતાના ઘરે આવી ગયા હતાં અને તેઓ કાર હિતેશભાઈના ધરની પાછળ પાર્ક કરી રહ્યા હતાં.તે વેળાં હિતેશભાઈએ કાર ત્યાં નહીં પાર્ક કરવાનું જણાવી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. કમલેશભાઈ ઘરની પાછળ પાર્ક કરેલ કાર નહીં લેતા ઉશકેરાયેલા હિતેશ સોનીએ હાથમાં રહેલ એસીડ ભરેલુ પ્લાસ્ટીકનું ડબલુ પિતા કમલેશભાઈ પર છાંટી દીધું હતું. જોઈને તેમનો પુત્ર મીત પણ ત્યાં દોડી આવતાં તેમની વધેલ એસિડ પણ તેના ઉપર છાંટી દીધુ હતું.

(10:38 pm IST)