Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામમાં નમાજના સમયે મસ્જિદમાં લાઉડ સ્પીકર ચાલુ રાખવા મુદ્દે જૂથ અથડામણઃ પાંચને ઇજાઃ સામસામી ફરિયાદ

ભુજ: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કાઠડા ગામમાં મસ્જિદમાં નમાજના સમયે લાઉડ સ્પીકર ચાલુ રાખવા બાબતે જૂથ અથડામણ થઈ હતી. ગામના રિવાજ અનુસાર, કોઈના ઘરમાં મોત થયું હોય તો નમાજ સમયે લાઉડ સ્પીકર વગાડવા પર મનાઈ છે.

જોકે, ગત રાત્રે ગામમાં મરણ થયું હોવા છતાં નમાજ સમયે લાઉડ સ્પીકર ચાલુ કરવામાં આવતા બ સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. મૃતકના પરિવારજનો સ્પીકર બંધ કરાવવા મસ્જિદમાં ધસી ગયા હતા. બંને જૂથના લોકો વચ્ચે શરુઆતમાં મરણ પ્રસંગે પણ મસ્જિદમાં લાઉડ સ્પીકર ચાલુ કરાયાની બાબતે બોલાચાલી થઈ હતી.

જોકે, મામલાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતાબંને સમુદાયના લોકો પાઈપ અને ધારદાર હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા આ ઘટનામાં પાંચ લોકો ઘવાયા છે, જેમને ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મામલે બંને જૂથના લોકો દ્વારા સામસામી ફરિયાદો દાખલ કરાઈ છે.

(5:44 pm IST)