Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગાંધીધામમાં ૩૬ લાખની લૂંટની તરકટી ફરિયાદે પોલીસને દોડાવી: લૂંટ પ્રકરણમાં નવો વળાંક

દેવામાં ફસાયેલા ટ્રાન્સપોર્ટરે આંગડીયામાંથી પૈસા લીધા હોવાનું કહ્યું..પણ પછી શું થયું?

ભુજ : ગાંધીધામમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા ટ્રાન્સપોર્ટરે પોતાની પાસેથી ભાઈ પ્રતાપ સર્કલ નજીકથી ૩૬ લાખ રૂપિયાની લૂંટ થઈ  હોવાની ફરિયાદ કરી હતી. એક સાથે લાખો રૂપિયાની મોટી રકમની લૂંટના બનાવને પગલે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, ફરિયાદીની વાતો અને લૂંટના બનાવ સંદર્ભે તાલમેલ ન મળતાં અંતે પોલીસે લાલ આંખ કરતાં આ પ્રકરણમાં નવો વળાક આવ્યો હતો.

 આંગડિયામાંથી રૂપિયા લેવાની વાત સહિત ફરિયાદીએ સમગ્ર ફરીયાદ ઉપજાવી કાઢેલી હોવાનું અને કોઈ પણ લૂંટ થઈ ન હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. મૂળ ટ્રાન્સપોર્ટર એવા આ વ્યાપારીએ લેણું વધી જતાં આ તરકટ રચ્યું હતું. પોલીસે ખોટી ફરિયાદ કરનાર ટ્રાન્સપોર્ટર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

(8:45 pm IST)