Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કચ્છના રતનાલ પાસેથી ૧૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

(ભુજ) કચ્છ બોર્ડર રેન્જના આર.આર. સેલ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીધામ ભુજ હાઇવે ઉપર રતનાલ ગામ પાસેથી કચ્છ પાસિંગની ટ્રકમાંથી પોલીસે ૪૧૬૭ બોટલ દારૂ કિ.રૂ. ૧૪ લાખ ૬૧ હજારનો જપ્ત કર્યો છે. ૧૦ લાખની ટ્રક સહિત કુલ ૨૪ લાખનો મુદ્દામાલ અને એક મોબાઈલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:41 pm IST)