Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

બીએસએફ એ જખૌ ના દરિયાઈ વિસ્તાર માંથી વધુ ૩૪ પેકેટ ચરસ સાથે ૫૫ પેકેટ જપ્ત કર્યા

ભુજ : કચ્છના જખૌના દરિયામાં સર્ચ ઓપરેશન દરમ્યાન બીએસએફ દ્વારા આજ ના દિવસ દરમ્યાન પહેલાં ૨૧ અને ફરી બીજા ૩૪ પેકેટ સહિત આજે અત્યાર સુધીમાં ચરસના ૫૫ પેકેટ જપ્ત કરાયા છે. ગઈકાલ રવિવાર પછી આજે સોમવારે

સતત બીજા દિવસે પણ દરિયામાંસર્ચ ઓપરેશન યથાવત ચાલુ રહ્યું છે.

ગઈકાલે વિવિધ એજન્સીઓએ મળીને ૩૯૭ પેકેટ ચરસ જપ્ત કર્યું હતું. ચરસનો તમામ જથ્થો બિનવારસુ મળી આવ્યો છે.

(7:37 pm IST)