Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગોંડલના સેમળા ગામની વાડીમાં જુગાર દરોડોઃ ૯ ઝડપાયા

ઝડપાયેલા શખ્સોમાં રામોદના ચર્ચાસ્પદ બળાત્કાર પ્રકરણનો આરોપી અમિત પડારિયા (પટેલ) પણ સામેલ

રાજકોટ તા.૨૨ : ગોંડલના સેમળા ગામે વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૃરલ એસ.પી. બલરામ મીણાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડામાં ૧.૩૦ લાખની રોકડ સાથે ૯ શખ્સોને ઝડપી લેવાયા હતા.

પોલીસે દરોડો પાડતા જુગારીઓએ નાસવાની કોશિષ કરેલ પરંતુ કારી ફાવી ન હતી.

ગીરીરાજસિંહ જાડેજાની વાડીમાં ગોંડલનો દિલાવર ઉર્ફે દિલો સંધી જુગારના રસીયાઓને ભેગા કરી કાર મારફત સેમળા વાડીએ લઇ આવતો હતો. આ કાર પણ પોલીસે કબ્જે કરી હતી.

ઝડપાયેલા શખ્સોમાં અમીત જેન્તીભાઇ પડારિયા (પટેલ) રહે. રામોદ, જેન્તી ભવાનભાઇ કોળી, રસિક દાદુભાઇ, સંજય વેલજીભાઇ પટેલ (રહે. મોટી મેંગણી), રવિરાજ ધીરૃભાઇ રાઠોડ (રહે. મવડી), ધર્મેશ નાનજીભાઇ બારીયા (રહે. નવલનગર, રાજકોટ), સુનિલ દિલાવરભાઇ સોંદરવા (રહે. નવલનગર, રાજકોટ) વગેરેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, જુગારના દરોડામાં ઝડપાયેલા શખ્સો પૈકી અમીત જેન્તીભાઇ પડારિયા રામોદની દલિત યુવતિ પરના ચકચારી બળાત્કાર પ્રકરણનો આરોપી છે. તેના માતા રામોદના મહિલા સરપંચ છે અને અમીત પોતે પણ ભાજપનો સક્રિય સભ્ય અને કાર્યકર છે.

(5:02 pm IST)