Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જુનાગઢમાં પ-અમરેલીમાં કોરોનાના ર કેસ

સોરઠમાં કુલ પોઝીટીવ કેસ પ૭: અમરેલી જીલ્લામાં કુલ કેસ ૪૪

 

 જુનાગઢ તા. રર : જુનાગઢમાંં આજે વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે અને આ જુનાગઢના કુલ ર૧ સહિત જિલ્લાના કુલ કેસ વધીને પ૭ થયા છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે જો કે હજુ વંથલી શહેર-તાલુકામાં કોરોનાને પગ પેસારો કર્યો નથી.

ગઇકાલે જુનાગઢમાં એક યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે વધુ પાંચ વ્યકિતનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.

જુનાગઢમાં ગાંધીગ્રામ પાસે આવેલ શિશુમંગલ નજીકના મહાકાલ મંદિર પાસે રહેતા એક ૭ર વર્ષીય વૃદ્ધનું સેમ્પલ લઇને મોકલવામાં આવેલ અને આજે તેનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.

આ જ પ્રમાણે શહેરના જોષીપરામાંં આવેલ ૪ર વર્ષના યુવાન અને ઝાંઝરડા ચોકડી નજીક આવેલ સિલ્વર પાર્ક સોોસાયટીના બ્લોક નં. ત્રણમાં રહેતા એક ૩ર વર્ષીય યુવકનો પણ રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે.

આ ઉપરાંત જુનાગઢના ખામધ્રોળ રોડ વિસ્તારમાં ખોડીયાર નગર હેમવન સોસાયટીમાં રહેતા એક ર૮ વર્ષીય યુવાન અને શહેરમાં વંથલી રોડ પર રાધીકા એપાર્ટમેન્ટ પાસે આવેલ મંગલધામ વિસ્તારમાં રહેતા પ૪ વર્ષીય પ્રૌઢ પુરૂષનો પણ રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.

જુનાગઢમાં ગત તા.૧૦ મેથી કોરોનાએ એન્ટ્રી કરી હતી અને આજે ૪ર દિવસમાં પોઝીટીવ કેસ વધીને ર૩ થઇ ગયા છે. જેમાં જુનાગઢના એક મહિલા દર્દીનું મૃત્યુ થયું છે.

જયારે જુનાગઢ જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા પ૭ થઇ છે. જેમાંથી ૩૪ કેસ ડિસ્ચાર્જ થયા છેઅને હાલ રર કેસ એકટીવ છે.

જુનાગઢમાં આજે નવા પાંચ નોંધાયેલા કોરોના દર્દીના વિસ્તારમાં સેમ્પલીંગ સહિતની આરોગ્ય વિષયક કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

અમરેલી

 અમરેલીઃ આજે ર પોઝીટીવ કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા પચ્ચીસ પર પહોંચી છે.

અમરેલીના ઇશ્વરીયા ગામના પ૦ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.

જયારે  સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરૂષ સાવરકુંડલાના કોવિડ-૧૯ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા હતા.

જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે.અને ૧પ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૪૪ પોઝીટીવ કેસમાંથી હાલ રપ એકિટવ કેસ છે.

(3:50 pm IST)