Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ભુજમાં રાત્રે ATM લૂંટવા ફાયરીંગથી ચકચાર

(ભુજ) કોરોના, ભૂકંપ અને વરસાદ વચ્ચે ભુજમાં ગત રાત્રે ફાયરિંગના બનેલા બનાવે ચકચાર સર્જી છે.HDFC બેંકના ATMને લૂંટવા ફાયરીંગ કરાયું હોવાનું જાણવા મળે છે. ગત મધરાતે બે વાગ્યાના અરસામાં મંગલમ ચાર રસ્તા ઉપર આવેલા HDFC બેંકના ATM ને લૂંટવા માટે તેના મશીનનું લોક તોડવા માટે દેશી રિવોલ્વરથી ધડાકો કરીને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ATM ની ભયસુચક સાયરન વાગતાં લૂંટારુઓ ભાગી ગયા હતા. લૂંટારુઓનો લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.બેંકના ATM માંથી કાંઈ પણ લૂંટ થઈ નથી.  ભુજ એ ડિવિઝન પોલીસમાં બેંક દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

(3:30 pm IST)