Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કચ્છમાં લોકડાઉનનો સદ્ઉપયોગઃ કાનજીભાઈએ સાત તળાવને જોડવા સ્વખર્ચે નહેર બનાવડાવી

મુખ્યમંત્રી વિજયભાઈએ વિડીયો કોન્ફરન્સથી કાર્યને બીરદાવી કચ્છમાં પાણીની અછત ભુતકાળ બનશે તેમ જણાવેલ

ગાંધીનગરઃ વિશ્વમાં જયાં કોરોના વાયરસ સામે જજુમી રહી છે. ત્યારે કચ્છના ભુજના સામત્રા ગામના અગ્રણી અને દાતા કાનજીભાઈ કુંવરજીભાઈ પટેલે ગામના યુવાનો અને મશીનોની મદદથી ૩.૫ કિ.મી.લાંબી  પાકી નહેર બે મહિનામાં  બનાવી ગામના ૭ તળાવોને જોડીને ભુગર્ભ જળ સંગ્રહની અનોખી મિશાલ રજુ કરી છે.

આ કાર્યનો ખર્ચ લગભગ ૧.૨૫ કરોડ આવેલ. આ કામથી જ ઘનમીટર માટીને ખોદીને યુવાઓને રોજગારી પણ આપેલ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કે.કે.પટેલ અને ગ્રામજનો સાથે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વાતચીત કરી અભિનંદન આપેલ. ઉપરાંત વિજયભાઈએ કચ્છીઓના નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવેલ.

આ તકે રાજયમંત્રી વાસણભાઈ આહીરે સામત્રા ગામના વિદેશ વસતા ભારતીય પટેલોને પોતાના અને સાર્વજનીક યોગદાનના માધ્યમથી વિભિન્ન યોજનાઓ અને વિકાસ કાર્યોને સાકાર કર્યાના ઉદાહરણો આપેલ.

ઉલ્લેખનીય છે કે કે.કે.પટેલે તેમની માત પ્રેમબાઈની પુણ્યતીથી નિમીતે પ્રેમ સરોવર અને હરિ તળાવ, બે ભાંભરાઈ તળાવ તથા અન્ય બે તળાવોનું નિર્માણ કરાવેલ. જયારે વધુ એક તળાવનું કામ ચાલુ છે. આમ સાત તળાવોને જોડવા માટે ૩.૫ કિ.મી. લાંબી પાકી નહેર બનાવી જળ સંચયનું ઉમદા કાર્ય યુવાઓની સહાયતાથી કરેલ. આગામી દિવસો ૧૦ હજાર વૃક્ષોનું રોપણ કરાશે.

ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્યએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈને સંપૂર્ણ જળ સંચય, જળ વિકાસના કાર્યોની માહિતી આપેલ. કે.કે.પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિજયભાઈનો આભાર માનેલ.

વિજયભાઈએ જણાવેલ કે માતૃભુમી પ્રત્યે કર્તવ્યનિષ્ઠા કચ્છીઓના સ્વભાવમાં છે અને કાનજીભાઈ પટેલના હૃદયમાં વતન પ્રત્યેનો ભાવ ખુબ જ છે. તેમણે વધુમાં જણાવેલ કે પાણી વિકાસની પહેલી શરત છે અને કચ્છી લોકોની તાકાત અને સામત્રા ગામમાં થયેલ જળ સંચયનું આ કાર્ય જણાવેલ છે કે કચ્છમાં પાણીની અછત હવે ભુતકાળ બનશે. તેમણે વિશ્વાસ દર્શાવેલ કે કચ્છની ધરા ઉપર ઉગતા ડ્રેગન ફ્રુટ, દાડમ અને સુકા ખજુરની વિશ્વમાં માંગને કારણે કચ્છની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ નજર આવશે. ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ દેવા માટે જન સહયોગને મહત્વપૂર્ણ જણાવતા વિજયભાઈએ કચ્છી લોકોની મહેનત અને ઉધમશીલતાની પણ પ્રશંસા કરેલ. ભૂમિગત જળ સંગહણની સાથે નર્મદાના જળને પણ કચ્છ પહોંચાડી ત્યાંના જળ સંકટને દુર કરવાની ઈચ્છા વ્યકત કરેલ.

(2:57 pm IST)