Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સાવરકુંડલામાં પાંચ દિવસમાં ચોથો પોઝીટીવ કોરોનાં કેસ

સ્થાનિક સંક્રમણનો પ્રથમ કેસ

સાવરકુંડલા તા. રર :.. કુંડલા શહેર કોરોનાના આક્રમણથી મુકત રહી શકયુ હતું. પરંતુ અનલોક એક જાહેર થયા બાદ બેદરકાર બનેલા શહેરીજનોને કારણે છેલ્લા પાંચ દિવસમાં આજે કોરોનાનો ચોથો પોઝીટીવ કેસ જાહેર થયો છે. સાવરકુંડલા નગરપાલીકાના સદસ્ય અને સામાજીક સેવા સંસ્થા સાથે જોડાયેલા હિતેષભાઇ સરૈયાને ત્રણ દિવસથી શંકાસ્પદ લક્ષણો જણાતા અમરેલી સારવારમાં રાખવામાં આવેલ.

ગત તા. ૧૯-૬ ના રોજ પોઝીટીવ જાહેર થયેલા બીપીનભાઇ માધવાણીનો સંપર્ક આવવાથી હિતેશભાઇ સરૈયા સંક્રમિત થયાનું મામલતદારશ્રી પરમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. મિનાએ જણાવ્યું હતું. બીપીન માધવાણીને શંકાસ્પદ લક્ષણો હોવા છતાં તેમણે ગંભીર બેદરકારી રાખી હોમ કવોટન્ટાઇન થવાને બદલે શહેરભરમાં ધુમતા રહ્યા હતા અને અનેક શહેરીજનોના સંપર્કમાં આવેલા તે પૈકી હિતેષ સરૈયા આજે પોઝીટીવ જાહેર થતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં હડકપ મચી જવા પામ્યો છે. ડો. મિનાએ જણાવ્યા મુજબ રપ૦ થી ૩૦૦ વ્યકિતઓ કે જેઓ બીપીન માધવાણીનાં સંપર્કમાં આવેલા તેવાને હોમ કવોરન્ટાઇન કરી દેવાયા છે.

હિતેષ સરૈયાના નિવાસસ્થાને મામલતદાર શ્રી પરમાર આરોગ્ય અધિકારી ડો. મિના, નગરપાલીકા સેનીટેશન સ્ટાફ ધસી ગયો છે. અને તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા પ્રક્રિયા હાથ ધરી છે હિતેષ સરૈયા સામાજીક અને સ્થાનિક રાજકિય આગેવાન હોય તેઓ છેલ્લા દિવસોમાં કોને - કોને મળ્યા હતા તેની યાદી આરોગ્ય ખાતુ બનાવી રહયુ છે. અને તેને મળેલા લોકોને હોમકવોરન્ટાઇન કરવાની કામગીરી ચાલુ કરવામાં આવનાર છે.

સ્થાનિક સંક્રમણનો પહેલો કેસ જાહેર થતા સાવરકુંડલાના શહેરીજનો ચિંતાગ્રસ્ત થઇ ગયા છે.

(2:53 pm IST)