Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદોને શ્રદ્ઘાંજલિ આપી ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા જામનગરમાં અનોખો વિરોધ

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દાદાના દુર્ગાવાહિની સહિતની માતૃશકિત સાથે બેડી ગેઇટ વિસ્તારમાં ચીન સરહદ પર વીરગતિ પામેલા શહીદોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશકિત મહિલા વિભાગના જિલ્લા સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, જિલ્લા બજરંગદળના સહ સંયોજક પ્રીતમસિંહ વાળા, સમરસતા સંયોજક જીવરાજભાઈ કબીરા, ધર્માંચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા પ્રેસ-મીડિયા સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગદળ શહેર સંયોજક વિમલભાઈ જોશી, બજરંગદળ શહેર સહસંયોજક અવીભાઈ કોટેચા, પ્રફુલ્લભાઈ ચૌહાણ, કમલેશભાઈ બગલ સહિતના અગ્રણી કાર્યકરોએ ચાઇનીઝ વસ્તુઓનો જાહેરમાં બહિષ્કાર કરી તોડવામાં આવી હતી. ખાસ જામનગરની વિસ્તારની દુકાનોમાં જઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા દુકાનદારોને પોતાના વ્યવસાયમાં ચાઈનીઝ વસ્તુઓનો વેપાર નહીં કરી સ્વદેશી વસ્તુઓ ને વેચવા અપીલ કરી હતી. ચીન દ્વારા ભારતીય બજારમાં વેપાર કરી જે કમાણી થાય છે તે જ કમાણી થકી જ ભારત સામે થાય છે.તે પ્રકારના ચીનના વલણને લઈને તેની ઓકાદ દેખાડવા દેશપ્રેમ દાખવવા અનોખી રીતે ચાઈનાનો વિરોધ કર્યો હતો.

(12:55 pm IST)