Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જુનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ત્રિમુર્તિ હોસ્પિટલમાં યોગ સેસન્સ યોજાયા

જુનાગઢમાં વિશ્વયોગ દિવસ નિમીતે ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે  ઓનલાઇન યોગ સેસન્સ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર બીજી તસ્વીરમાં ત્રિમુર્તિ હોસ્પિટલ યોજાયેલ યોગ કાર્યક્રમમાં હોસ્પિટલના ડો. ચીખલીયા યોગ કરતા નજરે પડે છે.

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રરઃ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા ભારત સરકારશ્રીનાં આયુષ મંત્રાલય તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગરની ગાઇડલાઇન્સ મુજબ ''યોગ કરીશું કોરોનાને હરાવીશું''ના સ્લોગયન હેઠળ આજરોજ છઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (ર૧, જુન, ર૦ર૦) ની ઉજવણી રૂપે એકત્રિત થયા વગર ઓનલાઇન 'યોગ' સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાગવાદના નેશનલ યોગા ટ્રેનર નેહાબેન ઠાકર દ્વારા યુનિવર્સિટીનાં સર્વે શક્ષણિક અને વહીવટી કર્મચારીઓને યોગા માટે સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિની વિશ્વને આપેલી અમૂલ્ય દેન 'યોગ'નું મહત્વ વૈશ્વિક સમાજે સ્વિકાર્યું છે. ''યોગ ભગાવે રોગ''નું સૂત્ર સાંપ્રત સમયમાં સાર્થક થયું છે ત્યારે હાલની કોરોના મહામારી વચ્ચે ભારત સરકારના કન્સેપ્ટ ને સાર્થક કરતા તમામ કર્મચારીઓએ ઘરે રહીને પોતાના ફેમીલી સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર ઉજવણી કરી હતી.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જો તમામ લોકો યોગને પોતાનાં જીવનનો એક ભાગ બનાવીને આજીવન યોગાસન સાથે સંકળાયેલ રહે તો ચોક્કસપણે નિરોગી અને તંદુરસ્ત રહી શકાય છે. શૈક્ષણિક અને વહીવટી તમામ કર્મચારીઓ ઓનલાઇન યોગાનાં આ નવતર પ્રયોગમાં હકારાત્મક અભિગમ સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીનાં રજીસ્ટ્રારશ્રી ડો. મયંક સોની દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ એકેડેમિક ઓફિસર ડો. ફિરોઝ શેખ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ડો. ઓમ જોષીએ ટેકનિકલ સપોર્ટ પુરો પાડયો હતો.

ત્રિમુર્તિ હોસ્પિટલમાં યોગ

જુનાગઢ ત્રીમુર્તિ મલ્ટિસ્પેસિયાલિટિ હોસ્પીટલ દ્વારા ર૧ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના તમામ ડોકટરો ડો. ડી. પી. ચીખલીયા (એમ. ડી.) ડો. અમિત ભુવા ડો. રમ્યતા દયાતર ડો. નિલેષ ચીખલીયા ડો. શૈલેષ જાદવ ડો. ધડુક મહાત્મા ગાંધી નર્સિંગ કોલેજના અમુભાઇ પાનસુરીયા તેમજ સ્ટાફ નર્સિંગ સ્ટાફ જોડાયો હતો. તમામ લોકોને યોગ ડો. ડી. પી. ચીખલીયા દ્વારા કરાવવામાં આવ્યા હતા. આ તકે ડો. ચીખલીયાએ જણાવ્યું હતું કે હું ૭૧ વર્ષે પણ જો સ્વસ્થ હોઉ તો તે માત્ર યોગને કારણે જ છું હું છેલ્લા ૧૮ વર્ષથી રોજ યોગ અને પ્રાણાયામ કરૃં છું.

આ લોકડાઉનમાં પણ અમે હોસ્પિટલમાં સ્ટાફને સાથે રાખીને યોગ ચાલુ રાખ્યા હતા જેથી સ્ટાફ પણ સ્વસ્થ રહે અને સંક્રમિત કોરોનાથી બચે આમ પણ યોગ અને પ્રાણાયામ એ પતંજલિ ઋષિમુની દ્વારા અપાયેલું જ્ઞાન છે જેમાં શરીર અને મન દ્વારા ઇશ્વર સુધી કેમ પહોંચી શકાય તે સમજ આપી છે એ જ યોગ, પ્રાણાયમ એટલે શ્વાસ શ્વાસો શ્વાસ ની પ્રક્રિયા છે પેલા ભારતમાં ને હવે સમગ્ર વિશ્વમાં યોગ પ્રાણાયમને આરોગ્ય માટે લોકોએ સ્વીકાર કર્યો છે યોગ એ તમારી આંતરિક અને બાહ્ય શકિતમાં વધારો કરે છે તમારી લાઇફમાં પણ વધારો કરે છે યોગ પ્રાણાયામ કરવાથી મનુષ્ય તંદુરસ્ત રહે છે. ડો. દેવરાજ ચીખલીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે લોકોને મિત્રોને યોગ અન.ે પ્રાણાયામને જીવનનો ભાગ બનાવો. (૭.૧પ)

(12:54 pm IST)